ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદીએ કરેલી કોરોના વાયરસ (corona virus) થી બચવા માટેની જનતા કરફ્યૂ (#JantaCurfewChallenge) ની અપીલથી સમગ્ર દેશમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંકને ક્યાંક લોકો તેનો ભાવાર્થ અલગ સમજી રહ્યાં છે. દેશની જનતાને માત્ર કેટલાક સૂચનો કર્યા છે, જેથી કોરોના સંક્રમિત વ્યક્તિથી દૂર રહી શકાય અને લોકો પણ સાવચેતી રાખવાના તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અત્યારે ઠેર ઠેર શોપિંગ મોલમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી છે. આવા જ દ્રશ્યો અમદાવાદના શોપિંગ મોલમાં જોવા મળ્યા, જ્યાં રીતસરની લોકોએ પડાપડી કરી હતી. 


CoronaVirus : ‘થાય એટલું ભેગુ કરો...’ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થવા લાગી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 માર્ચે રવિવારે જનતા કરફ્યૂ છે અને આવા સમયે કોઈપણ વસ્તુ લેવા બહાર ન નીકળવુ પડે તે માટે લોકો મોલમાં તૂટી પડ્યાં છે. જીવન જરૂરી વસ્તુઓ ખૂટી ન પડે અને પાછળથી પરેશાન ન થવું પડે તેટલો વધુ માત્રામાં સ્ટોક ઘરમાં એકઠો કરી રહ્યાં છે. ઝી 24 કલાકની ટીમે આવા જ એક શોપીંગ મોલની મુલાકાત લીધી હતી. 


પ્રધાનમંત્રી મોદી સતત કહેતા રહ્યા છે કો જનતાને કોઈ વસ્તુ માટે પરેશાન નહીં થવુ પડે આપણી પાસે પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો ડરના માર્યા કરિયાણાની દુકાનો મોલની બહાર લાઈન લગાવી તાપમાં ઉભા રહ્યાં છે. તેમજ જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને એકઠી કરી રહ્યાં છે. 


ગુજરાતમાં corona virusના દર્દીનો આંકડો 8 પર પહોંચ્યો, વડોદરામાં ત્રીજો પોઝીટિવ કેસ નોંધાયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...