`અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે`, મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અર્પિતા ચિંતન પટેલ નામના મહિલા અધિકારીએ પોતાના ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરી છે.
અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. કોરોના વાયરસને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 650થી વધુ કેસ તો ગુજરાતમાં કુલ 44 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 3 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ છે. જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વસ્તુઓ બંધ રાખવામાં આવી છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિત અનેક અધિકારીઓ અને સરકાર લોકોને ઘરમાં રહેવા માટે કહી રહી છે. પરંતુ હજુ કેટલાક લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. ત્યારે એક મહિલા પોલીસ અધિકારીએ ભાવુક પોસ્ટ કરી છે.
અમદાવાદમાં કોરોના વાયરસના 15 કેસ, 3857 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં
મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અર્પિતા ચિંતન પટેલ નામના મહિલા અધિકારીએ પોતાના ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરી છે. તમામ લોકોએ આ પોસ્ટને ગંભીરતાથી લેવી જોઈએ. જે લોકો બેજવાબદાર બનીને લૉકડાઉન છતાં રસ્તાઓ પર નિકળે છે, તેઓ પોતાની જાત તથા અન્ય લોકોને પણ મહા મુશ્કેલીમાં મુકી શકે છે. લોકોની સેવા કરવા માટે પોલીસ વિભાગ 24 કલાક પોતાની ફરજ પર રહીને આ કોરોનાની લડતમાં પોતાની સેવા આપી રહ્યો છે. ત્યારે આવા સમયે તેમને પણ લોકોના સાથ સહકારની જરૂર હોય છે.
શું કહ્યું મહિલા અધિકારીએ
પોતાની ફેસબુક પોસ્ટમાં મહિલા અધિકારીએ કહ્યું કે, "અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે'. લૉકડાઉનની ગંભીરતાને સમજ્યા વગર નિકળતા લોકો માટે આ પોસ્ટ કરવામાં આવી છે. જે લોકો આવા સમયે બહાર નિકળે છે ત્યારે તેમને રોકવા માટે પોલીસે પણ તેના સંપર્કમાં આવવું પડે છે. હાલ કોરોના વાયરસને કારણે લોકોથી અંતર જાળવવું ખુબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર