Corona Virus: સરકારનો ખેલ કે ગુજરાતમાંથી ગયો કોરોના! સતત બીજા દિવસે નોંધાયા શૂન્ય કેસ
Covid 19 update: ગુજરાતમાંથી કોરોના વાયરસે વિદાય લઈ લીધી હોય તેમ લાગી રહ્યું છે. સરકારના આંકડામાં તો આ સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.
ગાંધીનગરઃ ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટને કારણે ઉભી થયેલી સ્થિતિ બાદ ભારત એલર્ટ થઈ ગયું હતું. દેશમાં કોરોના ન ફેલાય તે માટે સરકાર પણ સક્રિય થઈ ગઈ હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી કોરોના જતો રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. 15 જાન્યુઆરીએ પણ રાજ્યમાં શૂન્ય કેસ સામે આવ્યા હતા. એટલે કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાંથી ગયો કોરોના
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત એકપણ કેસ સામે આવ્યો નથી. એટલે શું ખરેખર રાજ્યમાં કોઈ કેસ નથી કે તહેવારો દરમિયાન કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા નથી. શું સરકારનો કોરોનાના આંકડા છુપાવવાનો કોઈ ખેલ તો નથીને? રાજ્યમાં 15 જાન્યુઆરી ્ને 16 જાન્યુઆરી સતત બે દિવસમાં કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.
આ પણ વાંચોઃ સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ
શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે કોરોનાા એક્ટિવ કેસ માત્ર 11 છે. જેમાં દરેક દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 11043 લોકોના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12 લાખ 66 હજાર 561 લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 99.13 ટકા છે.
ગુજરાતમાં રસીકરણ
રાજ્યમાં કોરોના સામે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં 7954 લોકોએ કોરોનાની રસી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 12 કરોડ 78 લાખ 70 હજાર 578 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને બૂસ્ટર ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube