નરેશ ભાલિયા, ઝી મીડિયા બ્યુરો: ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના 18 કેસ હતાં જે આજે 30 થયા. એટલે કે એક જ દિવસમાં 12 કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે. આ સ્થિતિ જોતા વીરપુરના પ્રસિદ્ધ જલારામ મંદિરમાં પણ 200 વર્ષ જૂની પરંપરા તોડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?


વીરપુરના પ્રસિદ્ધ જલારામ મંદિરમાં 200 વર્ષ જૂની જે પરંપરા ચાલતી આવતી હતી તેને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. મંદિરમાં 200 વર્ષથી અન્નક્ષેત્ર ચાલું હતું જે આજે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યું. વીરપુરમાં 200 વર્ષથી અવિરત ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રથા ચાલતી આવે છે. કોરોના વાયરસના ભયના કારણે આજે બીજા દિવસે પણ સેવાની ધૂણી બંધ રહી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube