વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 200ને પાર, અત્યાર સુધી 10 લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 2272 કેસ સામે આવ્યા છે. વડોદરામાં કોરોના પીડિતોની કુલ સંખ્યા 207 પર પહોંચી છે.
વડોદરાઃ વડોદરામાં નવા 8 કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની સંખ્યા 200ને પાર પહોંચી ગઈ છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 207 કેસ નોંધાયા છે. તો વધુ એક મોતની સાથે કુલ મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. નાગરવાડા, કારેલીબાગ, રાજમહેલ રોડ, રાવપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા છે.
કરજણમાં એક વૃદ્ધનું મૃત્યુ
કોરોના વાયરસથી વડોદરા જિલ્લાના કરજણમાં મંગળવારે રાત્રે 63 વર્ષીય ગોવિંદભાઈ વણકરનું મૃત્યુ થયું હતું. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 10 લોકોના મોત થયા છે. ગોવિંદભાઈની સોમવારે અચાનક તબીયત બગડી હતી. મંગળવારે સવારે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અત્યાર સુધી 2856 સેમ્પલ લેવાયા
વડોદરા શહેરમાં અત્યાર સુધી 2856 સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જેમાં 206 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 2540 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોરોનાથી વડોદરા શહેરમાં 9 અને જિલ્લામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કોરોનાઃ એલજી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ 27 એપ્રિલ સુધી બંધ
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ?
મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર