આશ્કા જાની/અમદાવાદ :કોરોના વાયરસ એક એવી બીમારી છે જે સ્પર્શથી ફેલાતી બીમારી છે. તમે હોમ ક્વોરેન્ટાઈન હોઈએ પણ શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે બહારથી ઘરની અંદર આવતી હોય છે. તો આવી વસ્તુઓને કેવી રીતે સેનેટાઇઝ કરવી એ મોટો સવાલ હોય છે. આવું જ કઈક નવું સંશોધન કર્યું છે ચાર અમદાવાદીઓએ. જે દરેક વ્યક્તિને કામમાં આવી શકે છે. માત્ર 22 દિવસમાં આ પ્રકારનું બોક્સ બનાવવામાં સફળતા મળી છે. 


....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇક્રેટના ceo અનુપ જલોટે તેમના મિત્ર આશિષ અને અન્ય એક મિત્ર દ્વારા આ બોક્સ તૈયાર કર્યું છે. જેમાં પ્રસેન સરના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ તમામ લોકોએ 22 દિવસમાં રાત-દિવસ મહેનત કરીને સેનેટાઇઝ બોક્સ તૈયાર કર્યું છે. જેમાં કોઈ પણ વસ્તુને માત્ર 30 સેકન્ડમાં સેનેટાઇઝ કરી શકાય છે.


ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો


આ બોક્સમાં તમે ધારો એ વસ્તુ મૂકીને તેને સેનેટાઈઝ કરી શકો છો. જેમ કે મોબાઈલ ફોન, ચાવી, શાકભાજી, દૂધની બેગ, રૂપિયા વગેરે. આ બોક્સની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે અંદરની લાઈટ તમારા બોડીના કઈ પાર્ટ પર અડે નહિ. 2000ની કિંમતનું આ સેનેટાઇઝર બોક્સ હાલની પરિસ્થિતિ જોતા જરૂરી બની ગયું છે, જે માર્કેટમાં પણ મળી રહે છે.


વડોદરા : 3 આર્મી જવાનોને ATMમાંથી રૂપિયા કાઢવા ભારે પડ્યા, આવી ગયા કોરોનાના ઝપેટમાં...


ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનમાં દરેક વ્યક્તિ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર જતી હોય છે. જેમાં તેની સાથે મોબાઈલ, ગાડીની ચાવી અને પર્સ બહાર લઈ જવામાં આવે છે. જેથી ઘરમાં લાવતા સમયે મોબાઈલ કે પર્સ સાફ કરવા શક્ય નથી. આવામાં આ બોક્સ બહુ જ કામમાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર