ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંચકાજનક માહિતી: સુરતમાંથી 73 લોકોએ તબલિગી જમાતમાં હાજરી આપી હતી, અન્યોની શોધખોળ શરૂ


  • અમદાવાદ - 31 કેસ, 4 રિકવર, 3ના મોત

  • વડોદરા - 9 કેસ, 1 રિકવર

  • સુરત - 10 કેસ, 1 મોત, 1 રિકવર

  • રાજકોટ - 10 કેસ

  • ગાંધીનગર - 11 કેસ

  • ભાવનગર - 6 કેસ, 2 મોત

  • કચ્છ-મહેસાણા-પોરબંદર - 1-1-1 કેસ

  • ગીર-સોમનાથ - 2 કેસ 


વલસાડ : તબલિગી જમાતમાં ગયેલા 24 પરત ફર્યા, 14 હજી તંત્રની પહોંચ બહાર


આરોગ્ય સચિવે જણાવ્યું કે, ગુજરાતમાં કુલ મૃતકોનો આંકડો વધ્યો નથી. મૃતકોની સંખ્યા 6 છે. કોઈને પણ કોરોના જેવા લક્ષણ હોય તો 104 નંબર ઉપર ફોન કરવા અપીલ કરવામાં આવી છે. વિદેશ ટ્રાવેલ કરીને આવ્યા હોય એમના કોન્ટેક્ટમાં હોય તો પણ આ હેલ્પ લાઇન નંબર ઉપર માહિતી આપવા અપીલ છે. હાલ વેન્ટિલેટર ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની રાજ્યના આરોગ્ય વિભાગને ફરજ પડી છે. મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. અમદાવાદ, રાજકોટ સહિત આ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલશે. વેન્ટિલેટર માટે ૩૦૦૦ ઓપરેટર જોઈએ છે. નંબર 1100 હેલ્પ લાઇનમાં 366 જેટલા કોલ આવ્યા છે. મોટાભાગના કોલ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નના આવ્યા છે. 173 કોલ શારીરિક તકલીફ સંદર્ભે આવ્યા છે. રાજ્ય માટે N95 માસ્ક સહિત 75 લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દવાનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં લઈ લેવામાં આવ્યો છે.


અમદાવાદ : રાશનની દુકાન ખૂલે તે પહેલા જ લોકો પહોંચી ગયા 


અમદાવાદના એક જ પરિવારના 3 કેસ
અમદાવાદના નવા કેસ અંગે તેમણે જણાવ્યું કે, ઈન્દોરના એક પેશન્ટ પોઝિટિવ હતા. તેમના કોન્ટેકમાં આપતા અમદાવાદના કેસ સામે આવ્યો છે. ચાંદખેડા, બળદેવ, સાપુર, કાલુપુર, બાપુનગરના ત્રણ પેશન્ટ્સ છે. અમદાવાદમાં આજે નવા આવેલા 8 કેસમાંથી 3 કેસ બાપુનગરના એક જ પરિવારના છે


દિલ્હીથી આવેલા લોકોને શોધવામાં આવશે
ગુજરાતમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા લોકો અંગે જયંતી રવિએ જણાવ્યું કે, દિલ્હીથી યાદી આવી ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરોને યાદી મોકલી દેવામાં આવી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને આવેલા તમામ લોકોને માઇક્રો પ્લાનિંગ કરીને શોધવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર