ગાંધીનગરઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી  ડો.હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્ય સરકારોએ લીધેલા પગલા અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી અને રાજ્યો દ્વારા કરાયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કરીને કોરોના સામે રાત-દિવસ જીવના જોખમે સેવા આપી રહેલાં દેશભરના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે લીધેલ પગલાંની માહિતી આપતા કહ્યું કે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમયબદ્ધ આયોજન કરીને સમગ્ર રાજયમાં સંન્નિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના ટેસ્ટ માટે સોલા હોસ્પિટલ-અમદાવાદ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે તપાસ અંગે નવી લેબોરેટરીની ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મંજૂરી આપવા તેમજ નવા વેન્ટિલેટર સહિત અન્ય સવલતો પૂરી પાડવા તેમણે સૂચન કર્યું હતું.


'અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે', મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ  


નાયબ મુખ્યમંત્રી પટેલે રાજસ્થાનના બાંધકામ શ્રમિકો જે ગુજરાતમાં રહીને કામ કરે છે તેઓ અંદાજે ૨૦૦ થી 300 કિલોમીટર દૂરથી અહીં કામ-ધંધા અર્થે આવ્યા છે. લોકડાઉનની આ પરિસ્થિતિમાં તેઓ તેમના વતન પરત જવા માટે પગપાળા જઇ રહ્યા છે તેઓની આરોગ્યલક્ષી કાળજી તેમજ તેમને પરત મોકલવાની વાહન જેવી આનુષાંગિક  વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન માગ્યું હતું. આ અંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દેશના પાંચ થી સાત રાજ્યોમાં આવા સ્થળાંતરના પ્રશ્નો છે તો રાજયો-રાજયો વચ્ચે એકબીજાના સંકલનથી જે નાગરીકો જયાં છે ત્યાં ને ત્યાં જ રાખવા તેમજ સમૂહમાં સ્થાળાંતર ન કરે એવું આયોજન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અધિક નિયામક પ્રકાશ વાઘેલા સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર