ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના 239 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2178 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 90 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 19 લોકોના મોત થયા છે. આ સાથે ગુજરાત દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મૃત્યુઆંક વધુ
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 2178 કેસ નોંધાયા છે. તેમાંથી 139 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 90 લોકોના મોત પણ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં મૃત્યુઆંક વધારે છે. હાલ ગુજરાતમાં 1949 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં 14 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યું છે. અહીં અત્યાર સુધી 1373 કેસ નોંધાવાની સાથે કુલ 53 લોકોના મૃત્યુ થયા છે. 


કુલ કેસો અને મોતના મામલે ગુજરાત બીજા સ્થાને
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યાં કુલ 5218 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ગુજરાત 2178 કેસ અને 90 મોતની સાથે દેશમાં બીજા નંબરનું સંક્રમિત રાજ્ય છે. તો દિલ્હી 2156 કેસની સાથે દેશમાં ત્રીજા સ્થાને છે. 


અમદાવાદમાં સૌથી વધુ હોટસ્પોટ વિસ્તારો
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં 14 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયા, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર દરવાજા, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સુરતમાં સાત હોટસ્પોટ વિસ્તારો છે.  લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયત સુરતના હોટસ્પોટ વિસ્તાર છે. તો રાજકોટમાં જંગલેશ્વર અને વડોદરામાં નાગરવાડા હોટસ્પોટ વિસ્તાર છે. 


ગુજરાતમાં કોરોનાની જિલ્લાવાર સ્થિતિ
 


શહેર કુલ કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ 1373 53 52
વડોદરા 199 7 8
સુરત   347 12 11
રાજકોટ  40 0 12
ભાવનગર 32 5 16
આણંદ 28 2 4
ભરૂચ  24 2 2
ગાંધીનગર  17 2 11
પાટણ 15 1 11
નર્મદા 12 0 0
પંચમહાલ  11 2 0
બનાસકાંઠા 15 0 1
છોટાઉદેપુર 7 0 1
કચ્છ 6 1 0
મહેસાણા 7 0 2
બોટાદ 7 1 0
પોરબંદર 3 0 3
દાહોદ  3 0 0
ખેડા  3 0 0
ગીર-સોમનાથ 3 0 2
જામનગર 1 1 0
મોરબી  1 0 0
સાબરકાંઠા 3 0 2
મહીસાગર 3 0 0
અરવલ્લી  8 1 0
તાપી 1 0 0
વલસાડ 3 0 0
નવસારી 1 0 0
કુલ 2178 90 139
       

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર