નર્મદા: નદીનું જળ સ્તર વધતાની સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થવા લાગ્યો છે. અંકલેશ્વર તરફના છેડે આવેલા ગુજરાતના સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ચુક્યા છે. જેથી નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. આટલા વરસાદ અને પુર વચ્ચે પણ કોરોના વોરિયર્સે કોરોનાગ્રસ્ત મૃતકનો મલાજો જાળવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે વહેતા પાણીમાં પણ કામગીરી કરી હતી. નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 5 ફુટ પર વહી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના પાણી કોવિડ સ્મશાનની એકદમ નજીક પહોંચી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાડુઆત બનશે કાયદેસર માલિક: મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય જાણો શું છે નવી વ્યવસ્થા

જેના કારણે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે  વરસતા વરસાદમાં કોરોના વોરિયર્સ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. નર્મદા નદીનું જળસ્તર હજુ વધવાની શક્યતા છે. જેથી કોવિડ સ્મશાન નદીના પાણીમાં ગરકાવ થઇ જશે. ત્યારબાદ કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી ઉભી થવાની છે. જેના કારણે તંત્ર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે જો નવુ સ્મશાન બનાવવામાં ન આવે તો મૃતકોના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલ થઇ પડશે. જેથી તંત્ર આ અંગેની સત્વરે વ્યવસ્થા કરે તે ખુબ જ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર