ચેતન પટેલ/ સુરત: સુરતના ભામાશા એવા ધવલ અકબરીએ કોરોના મહામારીમાં ખરા અર્થમાં દાનની સરવાની શરૂ કરી છે. તેવામાં આજરોજ સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સ ડોક્ટરોને વિવિધ ગિફ્ટ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ભામાશા તરીકે કોરોનાં મહામારીમાં અનેક સેવા કરનાર ગરીબોના મસીહા તરીકે જાણીતા થયેલા ધવલ અકબરીએ ફરી એક સેવાનું કાર્ય કર્યું છે. સુરતમાં લાખ લોકોને અનાજ કીટ તેમજ અનેક જગ્યાએ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય કરી લોકોને આર્થિક રીતે ખૂબ મદદ પહોંચાડી છે.


આ પણ વાંચો:- સુરત : સ્વામીનારાયણ મંદિર દ્વારા હોમ હવનથી કોરોના દર્દીઓને સાજા કરવાનો પ્રયાસ


તેવા ભામાશા ધવલ અકબરી દ્વારા આજરોજ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ નર્સ અને હોસ્પિટલના તમામ સ્ટાફને ડ્રાયફ્રુટ અને તમામ કોરોના વોરિયર્સને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. સાથે સુરત મહાનગપાલિકાના નગર સેવકોનું પણ ટ્રોફી આપીને સન્માન કર્યું હતું. જેમાં ભાજપ નગર સેવક અને આપના નગર સેવક હાજર રહ્યા હતા.


આ પણ વાંચો:- વિનાશક વાવાઝોડાએ બગાડી સુરતની 'સુરત', ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી


મીડિયા સાથે વાત કરતા ધવલ અકબરીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના તમામ સ્ટાફ તબીબ નર્સ કોરોના વોરિયર્સને તેનું મનોબળ વધારવા માટે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો હું નસીબદાર છું કે કોરોના કાળમાં આવા કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું મારા હાથે થયું અને આવી રીતે બીજા દાતાઓ બહાર આવેને આવા લોકોને સન્માનિત કરીને વધાવે તેમ જણાવ્યું હતું.


આ પણ વાંચો:- તૌકતેનું તાંડવ દર્શાવતા 5 Video, લોકોની નજર સામે મોબાઈલ ટાવર ઢળી પડ્યો..


ત્યારે સુરતના આ ભામાશા ધવલ અકબરી ખરેખર કોરોનાના આ કપરા કાળમાં એક આશાનું કિરણ બનીને બહાર આવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને હંમેશા સહાય આપનાર ધવલ અકબરીની લોકો સરાહના કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube