સુરત : સ્વામીનારાયણ મંદિર દ્વારા હોમ હવનથી કોરોના દર્દીઓને સાજા કરવાનો પ્રયાસ

સુરત : સ્વામીનારાયણ મંદિર દ્વારા હોમ હવનથી કોરોના દર્દીઓને સાજા કરવાનો પ્રયાસ
  • સુરતના તાપી કિનારે આઇસોલેશન વોર્ડ બનાવી દર્દીઓને સાજા કરાય છે 
  • ઓક્સિજન સહિતની તમામ મેડિકલ સુવિધાઓ આઇસોલેશન વોર્ડમાં સામેલ છે

ચેતન પટેલ/સુરત :કોરોનાના દર્દીને સાજા કરવા માટે દેશી ઉપચાર બહુ જ ઉપયોગી નીવડી રહ્યાં છે. ત્યારે સુરતમા સ્વામિનારાયણ મંદિર દ્વારા હોમ હવન યજ્ઞ દ્વારા કોરોનાના દર્દીઓને સાજા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત ખાતે તાપી કિનારે આઇસોલેશન વોર્ડ બનાવી દર્દીઓને આ પ્રકારે ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. આ આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન સહિતની તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી અહી યજ્ઞનો આરંભ થયો છે.

આ પણ વાંચો : સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ 

સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા 15 દિવસથી હોમ હવન યજ્ઞ કરાઈ રહ્યુ છે. સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરી દર્દીઓની સેવા કરી સાજા કરવામાં આવે છે. તાપી કિનારે આ કોરોના આઇસોલેશન વોર્ડ બનાવી દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે. આ આઇસોલેશન વોર્ડમાં છેલ્લા 15 દિવસથી યજ્ઞ કરાઈ રહ્યો છે. જેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ રહ્યા છે.

ઓક્સિજન કીટ સહિતની મેડિકલ સુવિધાઓ આઇસોલેશન વોર્ડમાં ઉપસ્થિત છે. ઓક્સિજનની અછત હોય તેવા દર્દીઓની પણ સારવાર કરવામાં આવી છે. સ્વામી નિત્યસ્વરૂપ દાસજી સરધારવાળાના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ગોપાળાનંદસ્વામી રચિત મંત્રોચ્ચારથી યજ્ઞ થઈ રહ્યો છે. જેને કારણે વાતાવરણ શુદ્ધિ સાથે દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ અને ભારત અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી યજ્ઞનો આરંભ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news