Corona: રાજ્યના 36 શહેરોને કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે કે નહીં? મંગળવારે લેવાઇ શકે છે મોટો નિર્ણય
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે 36 શહેરોમાં આકરા પ્રતિબંધો લગાવ્યા છે. આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂની મુદ્દત 12 મેના રોજ પૂરી થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર મંગળવારે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ લોકોએ હજુ સાવચેતી રાખવાની ખુબ જરૂર છે. રાજ્ય સરકારે 4 મેના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ કુલ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ છે તો દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની સેવાઓ ચાલુ છે. બિનજરૂરી સામાનોની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. તો હવે આ કર્ફ્યૂની મુદ્ત 12 મેએ પૂર્ણ થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર મંગળવારે કોઈ નિર્ણય લઈ શકે છે.
રાજ્યમાં યથાવત રહી શકે છે કર્ફ્યૂ
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં કોરોનાથી થોડી રાહત મળી છે. પરંતુ રાજ્ય સરકાર કર્ફ્યૂમાં ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી. કોરોના સંક્રમણ કાબુમાં કરવા માટે કડક નિયમોની જરૂર છે. તેવામાં 12 મેએ પૂર્ણ થઈ રહેલા કર્ફ્યૂ પહેલા સરકાર મંગળવારે જાહેરાત કરી શકે છે.
Gujarat માં કોરોનાના વળતા પાણી, નવા કેસ કરતા રિકવર થનારાનો આંકડો મોટો
મુખ્યમંત્રીએ કોવિડ ટાસ્ક ફોર્સ સાથે યોજી બેઠક
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીના નિવાસ્થાને કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી.
આ 36 શહેરોમાં બધુ બંધ
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.
36 શહેરોમાં બંધ છે આ સેવાઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube