વડોદરામાં કોરોનાનો કેર યથાવત, નવા 105 કેર, 3 મૃત્યુ
વડોદરામાં કોરોના વાયરસના વધુ 105 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 5152 થઈ ગઈ છે. આજે 915 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 105નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોના બેકાબુ બની ગયો છે. છેલ્લા ઘણા દિવસથી દરરોજ રાજ્યમાં એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 66 હજારને નજીક પહોંચી ગઈ છે. તો હવે વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે વધુ 105 કેસ નોંધાયા છે.
વડોદરામાં કોરોના વાયરસના વધુ 105 કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 5152 થઈ ગઈ છે. આજે 915 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 105નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો શહેરમાં આજે વધુ 80 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. આમ અત્યાર સુધી 3390 દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે. તો વડોદરામાં કોરોનાએ વધુ 3 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 99 પર પહોંચી ગયો છે.
કોરોના વાયરસને કારણે વિનસ હોસ્પિટલના ડોક્ટર હિતેશ લાઠીયાનું નિધન
વડોદરા શહેરની સાથે ગ્રામ્યમાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે. આજે ડભોઈ તાલુકામાં વધુ 8 કેસ સામે આવ્યા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 216 થઈ ગઈ છે. તો ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube