એસવીપી હોસ્પિટલમાં વધુ ત્રણ ડોક્ટરો બન્યા કોરોના વાયરસનો શિકાર
એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં 10 જેટલા ડોક્ટરો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 7171 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ અમદાવાદ શહેરમાં નોંધાાયા છે. તો કોરોનાને કારણે 479 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો કોરોના દર્દીઓની સેવા કરી રહેલા કોરોના વોરિયર ડોક્ટર, નર્સ અને પોલીસ કર્મીઓ પણ કોરોનાનો શિકાર બન્યા છે. તો શહેરમાં કોરોનાની સારવાર કરતી એસવીપી હોસ્પિટલના વધુ ત્રણ દર્દી કોરોનાનો ભોગ બન્યા છે.
વધુ ત્રણ ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં કોરોના દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને એસપીવીમાં થઈ રહી છે. પરંતુ કોરોના સંક્રમિતોની સારવાર કરતા ડોક્ટરો પણ તેનો ભોગ બની રહ્યાં છે. શુક્રવારે એસવીપીના વધુ ત્રણ ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યા હતા. આ ત્રણેય ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ છેલ્લા પાંચ દિવસમાં 10 જેટલા ડોક્ટરો કોરોનાનો ભોગ બન્યા છે. હાલ તમામ ડોક્ટરો એસવીપીમાં સારવાર લઈ રહ્યાં છે.
કોરોનાની સામે 40.63 ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ હાંસલ કરતું ગુજરાત
ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
રાજ્યભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને નજીક પહોંચી છે. જેમાં 4035 લોકો સારવાર બાદ સાજા થયા છે તો 606 લોકોના મૃત્યુ પણ થયા છે. માત્ર અમદાવાદ જિલ્લામાં 7171 કેસ નોંધાયા છે. તો 479 લોકોના મૃત્યુ પણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર