કોરોના સામે જીત્યો જંગ: સ્વસ્થ થયેલી મહિલાને વિદેશ જવાનો પસ્તાવો, જાણો શું કહ્યું...
કોરોના વાયરસના સંક્રમણ બાદ સ્વસ્થ્ય થઇ ચૂકેલી 34 વર્ષીય એક મહિલાને એ વાતનો પસ્તાવો છે કે તે વિદેશ યાત્રા પર કેમ ગઇ હતી, કારણ કે આ યાત્રા દરમિયાન તે કોવિડ 19થી સંક્રમિત થઇ હતી.
અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ બાદ સ્વસ્થ્ય થઇ ચૂકેલી 34 વર્ષીય એક મહિલાને એ વાતનો પસ્તાવો છે કે તે વિદેશ યાત્રા પર કેમ ગઇ હતી, કારણ કે આ યાત્રા દરમિયાન તે કોવિડ 19થી સંક્રમિત થઇ હતી. અમદાવાદના આંબાવાડી વિસ્તારની આ મહિલાને હવે લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી.
આ મહિના શરૂઆતમાં ફિનલેન્ડથી પરત ફરેલી આ મહિલામાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ 18 માર્ચે તેની તપાસ કરવામાં આવી. સંક્રમિત જોવા મળતાં આ મહિલાને તે દિવસે જ સરદાર વલ્લભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર બાદ સ્વસ્થ્ય થઇ ચૂકેલી મહિલાને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘર પહોંચતાં મહિલાની સોસાયટીના લોકોએ તાળીઓ વગાડીને તેનું સ્વાગત કર્યું. આ મહિલાને ફોન પર વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'મારો અંગત અનુભવ છે કે ઘરમાં રહેવું સારું છે. ના તો વિદેશ જતી અને ના તો મને સંક્રમણ થાત. હું કહીશ કે તમે પણ ત્યાં સુધી સુરક્ષિત છો જ્યાં સુધી તમે ઘરમાં છો.'
કોરોનાના દુ:ખદ અનુભવમાંથી બહાર આવેલી એક વ્યક્તિ તરીકે મારે તમને સૌને એ કહેવાનું છે કે જરાય વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેશો. તમે 15 વર્ષના છો કે 25 વર્ષના, 35 વર્ષના છો કે 45ના એવું જરા પણ ન વિચારશો કે આ રોગ તો માત્ર વૃદ્ધોને જ અસર કરશે. દુનિયાભરમાં ઘણા ઉદાહરણો છે કે નાની ઉંમરના લોકોને પણ કોરોના થઈ શકે છે. કોરોનાને ફેલાતો રોકવા લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. માસ્ક પહેરેલું જ રાખો કારણ કે તમને ખબર જ નથી કે તમે વાઈરસના વાહક છો કે નહીં? હું સાજી થઈ ગઈ છું પણ હવેથી કાયમ માટે માસ્ક પહેરીને જ ફરીશ જેથી મારો ચેપ બીજાને ન લાગે અને નુક્શાન ન થાય.
હોસ્પિટલમાં કોરોનાના આઈસોલેશન વોર્ડમાં 11 દિવસ વિતાવ્યા પછી મને ઘરમાં રહેવાની કિંમત સમજાઈ છે. તમે પણ ઘરમાં રહેવાનું સમજો. લૉકડાઉનનું પાલન કરો.
આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોના વાઈરસનો શિકાર બની હતી. કોરોનાના ભયને કારણે આજે એવી સ્થિતિ છે કે, લોકો વિદેશથી આવેલાને પોતાના વિસ્તાર કે સોસાયટીમાં પ્રવેશવા દેતા નથી. આ ઉપરાંત તેમના પ્રત્યે ઘૃણા રાખવામાં આવે છે. જો કે, શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી છે. યુવતી ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર