સુરતઃ ગુજરાતમાં ચોમાસું આવે તેની સાથે જ ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી જાય છે, કારણ કે ટેબલ નીચેથી થયેલા વ્યવહારોથી નબળું કામ વરસાદમાં બહાર આવી જાય છે. ડાયમંડ નગરી સુરતમાં બનેલા ડામરના રોડ વરસાદમાં ધોવાઈ ગયા છે. અને એવા ધોવાયા છે કે રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે, આ ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું પરંતુ તેમાં પણ એવો ભ્રષ્ટાચાર કર્યો કે બે-ચાર દિવસમાં ફરી એ ખાડા ખુલ્લા થઈ ગયા છે અને વાહન ચાલકોની કમરો તુટી રહી છે...જુઓ ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરતાં સુરતના સત્તાધીશોનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ગુજરાતના સૌથી વિકસિત કહેવાતા સુરતના શહેરના રોડ...આ રોડ હજુ તો થોડા સમય પહેલા જ રિપેર થયા હતા...અહીં થોડા દિવસો પહેલા એટલા ખાડા હતા કે તેમાંથી વાહનો પસાર કરવા એટલે જાણે ખીણ અને પર્વત પરથી સવારી કરવી...રોડના એક પછી એક અહેવાલો આવ્યા તો સુરત કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો જાગ્યા...અધિકારીઓએ ખાડામાં કપચી અને ડામર નાંખીને ખાડા ભરી દીધા...પરંતુ જે મટિરિયલ નાંખવામાં આવ્યું હતું તે એટલી હલકી કક્ષાનું હતું કે રિપેરિંગ કર્યાના થોડા જ ટાઈમમાં ફરી રોડ જેવો પહેલા હતો તેવો જ થઈ ગયો.


અધિકારીઓએ પહેલા ખાડા પુરવા માટે શહેરના 446 જેટલા સ્પોટ પસંદ કર્યા હતા....આ તમામ સ્થળોના ખાડા ભરવા માટે ભ્રષ્ટ અધિકારીઓએ 4 હજાર 256 ટન કપચી અને ડામરનો ઉપયોગ કર્યો....તમામ ખાડાઓને પુરી દીધા...પરંતુ જે મટિરિયલ હતું તે તમામ હલકી ગુણવત્તાનું હતું અને તેના જ કારણે ફરી રોડ પર જ્યાં નજર કરીએ ત્યાં ખાડા પડી ગયા છે....હવે આ સીધે સીધો ભ્રષ્ટાચાર નથી તો બીજુ શું છે?...આ રોડ પર તો ડબલ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...પહેલા રોડ બનાવવામાં અને પછી રોડના રિપેરિંગમાં પોતાના ખિસ્સા ભર્યા.


આ પણ વાંચોઃ આ સરકારી સ્કૂલમાં મફતમાં મળે છે શિક્ષણ, ખાવા-પીવાથી લઈને રહેવાની પણ સુવિધા


સુરતના અધિકારીઓએ પહેલા પડેલા ખાડા પુરવા 446 સ્પોટ પસંદ કર્યા 
ભ્રષ્ટ અધિકારીઓએ 4,256 ટન કપચી અને ડામરનો ઉપયોગ કર્યો
કપચી અને ડામરથી તમામ ખાડાઓને પુરી દીધા
જે મટિરિયલ હતું તે તમામ હલકી ગુણવત્તાનું હતું 
ફરી રોડ પર જ્યાં નજર કરીએ ત્યાં ખાડા પડી ગયા 
હવે આ સીધે સીધો ભ્રષ્ટાચાર નથી તો બીજુ શું છે?


હલકી ગુણવત્તાના આ રોડનો વિપક્ષે અલગ રીતે વિરોધ કર્યો...સુરત કોર્પોરેશનના વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટીએ ખાડાઓનો જન્મદિવસ ઉજવ્યો....જ્યાં ખાડા પડ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કેક કાપીને વિરોધ કર્યો....સાથે જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સત્તાપક્ષે કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો.


તો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરતાં સુરતના સત્તાધીશો અને અધિકારીઓના જવાબ માટે અમે સુરત કોર્પોરેશનમાં પણ ગયા....અમે અધિકારીઓ અને સત્તાધીશોનો સંપર્ક કર્યો તો તેમણે કંઈ પણ બોલાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.


આ પણ વાંચોઃ વલસાડમાં આફત બની ઔરંગા નદી! પ્રોટેક્શન વોલ નદીમાં તણાઈ, અનેક ઘરોને થયું નુકસાન


સુરત શહેર તેની જાહોજલાલી માટે જાણીતું છે. સુરતમાં વિકાસના કામો તો અનેક થાય છે. પરંતુ આ તમામ કામ માત્ર દેખાડા પુરતા જ હોય છે. કારણ કે આ તમામ કામમાં ગુણવત્તા સાવ નિમ્ન કક્ષાની હોય છે...અને તેના અનેક ઉદાહરણો પણ આપણી સામે આવતા રહ્યા છે. ત્યારે સરકાર આવું કામ કરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ક્યારે સજા કરે છે તે જોવું રહ્યું