રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
દેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
અમદાવાદઃ બસ હવે ગણતરીના કલાકો જ.. ગણતરીના કલાકોમાં જ દેશમાં નવી સરકારની જાહેરાત થઈ જશે.. ગણતરીના કલાકોમાં જ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ જશે.. સાથે સાથે ગુજરાતના એ 26 પ્રતિનિધિઓની પણ જાહેરાત થઈ જશે જે લોકસભામાં જઈને જનતાના સવાલો ઉઠાવશે.. ત્યારે લોકસભા ચૂંટણી માટેની મગણતરીની પ્રક્રિયાની રાજ્યમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે.. જુઓ આ રિપોર્ટમાં...
દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામ પહેલાં ચૂંટણી પંચની આ તૈયારી છે.. મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization વહેલી સવારે 5 વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે..
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે.. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.
રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે..
આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી
આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે.. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે..
રાજ્યના તમામ શહેરોમાં મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં..
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં..