દેશ બદલાઈ રહ્યો છે, નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીનો પવન ફૂંકાયો છેઃ પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં `ન્યૂ ઈન્ડિયા યુથ કોન્ક્લેવ-2019`માં 15000થી વધુ પ્રોફેશનલ્સ સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં તેમણે યુવાનોના વિવિધ સવાલોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યા હતા, વડા પ્રધાનના આ કાર્યક્રમમાં ડોક્ટર્સ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ સહિતના બુદ્ધિજીવીઓ અને યુવાન ધન હાજર રહ્યું હતું
સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં 'ન્યૂ ઈન્ડિયા યુથ કોન્ક્લેવ-2019'માં 15000થી વધુ પ્રોફેશનલ્સ સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં તેમણે યુવાનોના વિવિધ સવાલોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, આજે દેશ બદલાઈ રહ્યો છે. નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીનો પવન ફૂંકાયો છે. સવાસો કરોડ દેશવાસી આ પરિવર્તન સાથે જોડાયા છે.
પીએમ મોદીએ વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે, "આ દેશમાં બધા જ લોકો મોદીના વિરોધી છે. આથી તેઓ મોદીનો વિરોધ કરવા માટે નેગેટિવિટીનો પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર દેશમાં નેગેટિવિટીનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. યુવાનોએ આ નેગેટિવિટિને પોઝિટિવિટીમાં બદલવાની છે. અમારી સરકારે દેશમાં પોઝિટિવિટી લાવવાનું કામ કર્યું છે. 70 વર્ષમાં જે થયું ન હતું તે સાડા ચાર વર્ષમાં કરાયું છે. દેશનું અર્થતંત્ર જે પાંચ વર્ષ પહેલા 10મા ક્રમે હતું, તે આજે છઠ્ઠા ક્રમે આવી ગયું છે. આને પરિવર્તન કહેવાય છે."
વડા પ્રધાને કહ્યું કે, "ભારત દેશ હવે વિશ્વમાં મહાસત્તા બનવા જઈ રહ્યો છે. પડોશી દેશ ચીન કરતાં પણ ભારતમાં વધુ વિદેશી રોકાણ આવી રહ્યું છે. દેશમાં યુવાનો માટે રોજગારની અઢળક તકોનું નિર્માણ થયું છે. દેશના નાગરિકોનો આ વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે."
PM મોદીની સંવેદનશીલતા, યુવકને ચક્કર આવતા ભાષણ અટકાવ્યું
આજની નવી પેઢીને સંબોધતા તેમણે જણાવ્યું કે, 'નવી પેઢીએ કટોકટી શું છે એ જોયું નથી. આજની પેઢી મોબાઈલમાં બધું જ જાણી લે છે. તેમનો ગુરુ ગુગલ છે. આજની નવી પેઢીને શું સાચું અને શું ખોટું છે તે શીખવાડવાની જરૂર નથી. આ પેઢી જાતે જ ચકાસી લે છે.'
પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુવાધન છે. આજ ભારતની શક્તી છે. કૃષિ પર ભારતની આત્મનિર્ભરતા, વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવું, દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવું એ ભારત માટે ગર્વની વાત છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારત ક્યાંય આગળ આવી ગયું છે. આજે ભારતનું વિશ્વમાં એક આગવું સ્થાન બન્યું છે. દુનિયાના તમામ દેશો ભારત સાથે મૈત્રી ઈચ્છી રહ્યા છે."
21 ફેબ્રુઆરીએ રામ મંદિર નિર્માણનું કામ કોઇ પણ ભોગે ચાલુ કરાશે: ધર્મ સંસદનો મહત્વનો નિર્ણય
દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવનારા પીએમ મોદીએ કહ્યું કે, "અમારી સરકાર આવી ત્યારે દેશમાં શૌચાલયની વ્યવસ્થા 38 ટકા હતી, આજે સાડા ચાર વર્ષમાં 98 ટકા થઈ ગઈ છે. સ્વચ્છતાના કારણે દેશ તંદુરસ્ત બન્યો છે."
ગાંધીજીએ નમક સત્યાગ્રહને હથિયાર બનાવ્યું અને અંગ્રેજ સરકાર હચમચી ગઈઃ પીએમ મોદી
વડા પ્રધાને દેશવાસીઓને સાંકળતા કહ્યું કે, "સવાસો કરોડ દેશવાસીઓએ નક્કી કરી લીધું છે કે, પરિવર્તન લાવવું છે. એટલે જ દેશ બદલાઈ રહ્યો છે. દેશના વડા પ્રધાને જ્યારે લાલ કિલ્લા પરથી એક અપીલ કરી કે, તમે જો શ્રીમંત છો તો તમારી સબસિડી છોડી દો. બસ, માત્ર એક અપીલમાં જ સવાકરોડ લોકોએ સબસિડી છોડી દીધી. આને કહેવાય છે પરિવર્તન. 2014માં દેશ નિરાશામાં ડૂબેલો હતો. જોત-જોતામાં જ નિરાશા આશામાં પરિવર્તિત થઈ અને પછી આત્મવિશ્વાસ પ્રબળ થયો છે. આ સ્વપ્નો હિન્દુસ્તાનને આગળ લઈ જવાની તાકાત છે. "