PM મોદીની સંવેદનશીલતા, યુવકને ચક્કર આવતા ભાષણ અટકાવ્યું

 સુરતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ટેકનોલોજીથી સજ્જ કરાયેલી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલ તેમણે લોકો માટે ખુલ્લી મૂકી હતી. અહીં તેઓ એક સભા પણ સંબોધન કરવાના છે. 

PM મોદીની સંવેદનશીલતા, યુવકને ચક્કર આવતા ભાષણ અટકાવ્યું

તેજશ મોદી/સુરત : સુરતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ટેકનોલોજીથી સજ્જ કરાયેલી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલ તેમણે લોકો માટે ખુલ્લી મૂકી હતી. ત્યાર બાદ તેમણે સમગ્ર હોસ્પિટલનુ નિરીક્ષણ પણ કર્યું હતું. અહીં તેમણે સભાને ગુજરાતીમાં સંબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં યુવક થયો બેહોશ, પીએમએ અટકાવ્યું ભાષણ
સુરતમાં પીએમના કાર્યક્રમમાં એલઈડી વિભાગની કામગીરી કરતો કિસન એક યુવક બેહોશ થયો હતો. પાણીનો સોસ પડતા યુવકને ચક્કર આવ્યા હતાં અને નીચે પડી જતા તેના નાક અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. મીડિયાકર્મીઓએ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પરંતુ આ ઘટના વચ્ચે પીએમ મોદીની સંવેદનશીલતા જોવા મળી હતી. આ ઘટના બનતા જ તેમણે પોતાનું ભાષણ અટકાવી દીધું હતું. તેમણે યુવકને તાત્કાલિક એસપીજીને ટ્રીટમેન્ટ આપવા સૂચવ્યું હતું. ત્યારે યુવકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે મીડિયા કર્મચારીઓએ યુવકને તાત્કાલિક સારવાર માટે પહોંચ્યો હતો. ભાષણ બાદ તેમણે યુવકની સ્વાસ્થયના ખબરઅંતર પણ પૂછ્યા હતા. 
 

સુરતથી Live

  • અમેરિકા, કેનેડા મેક્સિકો જેટલા નાગરિકો આયુષ્યમાન ભારત યોજના સાખે જોડાયા. તે દુનિયાની સૌથી શક્તિશાળી યોજના છે 

  • ઉંમરગામથી આદિવાસી પટ્ટામાં સાયન્સ વિભાગની સ્કૂલ જ ન હતી. આ સ્કૂલ ન હોય તો તે મેડિકલમાં કેવી રીતે જાય. હું મુખ્યમંત્રી બન્યો તો મેં સાયન્સની સ્કૂલ ખોલવી, જેથી તેમને આરક્ષણનો લાભ પણ મળી શકે. 

  • આજે અમે સંવિધાન સંશોધન કર્યું અને સવર્ણ સમાજના લોકો માટે 10 ટકા આરક્ષણ પાકુ કર્યું. ગુજરાત સરકારને અભિનંદન કે તેઓએ તે સૌથી પહેલા લાગુ કર્યું. નવી વ્યવસ્થા ઉભી કરી કે, જેઓને મળે છે તેને એક ટકા પણ ઓછું નહિ આવે. 

  • હું સેવંતીભાઈ તેમના પરિવારજનોને તેમના સાહસ, સેવાભાવ અને સમર્પણ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સેવાના આ કામમાં સરકાર પણ ખભેખભો ઉભો કરીને તમારી સાથે રહેશે. 

  • તેમણે કહ્યું કે, મારા સ્વચ્છતાની લોકોએ મજાક ઉડાવી હતી. લોકોએ કહ્યું કે, શૌચાલયની વાત કરે છે. માતાઓ બહેનો શૌચાલયથી આર્શીવાદ આપે છે, જેઓને સૂર્ય ઉગતાથી સૂર્ય ઢળવા સુધીની રાહ જોવી પડતી હતી. લોકોને યોગાની ઉડાવવાની મજા આવી, ટીકા કરી. પણ આજે વેલનેસનો સ્વીકાર સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે. 

  • હોસ્પિટલને ઉભી કરનાર સુરતના વેપારી સેવંતીલાલ શાહ માટે પીએમએ કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે ટૂંકા સમયમાં ગુજરાતમાં બે આધુનિક હોસ્પિટલના ઉદઘાટનનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદ સરદાર પટેલના નામ સાથે આધુનિક હોસ્પિટલ બની છે. તો સુરતમાં વર્ષોથી સેવંતીભાઈને જોવું છું, એક ગ્રામ વજનનો ફરક નથી પડ્યો. તેઓ મૂલ્યોને વળીને રહે. મૂલ્યો પ્રતિ તેમની પ્રતિબદ્ધતા અમૂલ્યવાન છે. તેમનો આગ્રહ હતો કે હું હોસ્પિટલના ઉદઘાટનમાં આવું. વેપાર જગતમાં કોઈ પણ પ્રકારના મૂલ્યોમાં કોમ્પ્રોમાઈસ કર્યા વગર રોજગાર પણ કરી શકાય છે, સેવા પણ સારી કરી શકાય છે. અને વ્યાપક કુટુંબને સાથે રાખી શકે છે, આ બધી બાબતો તેમનામાં જોવા મળે. 

  • હોસ્પિટલના લોકાર્પણ બાદ તેમણે કહ્યું કે, મેં હોસ્પિટલ જોઈ. સમગ્ર ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે નવુ નજરાણું મળ્યું છે. આપણો દેશ, આવતીકાલ સ્વસ્થ બને તે માટે વ્યાપક યોજનાઓ લઈને વર્તમાનમાં ભારત સરકાર કામ કરી રહી છે. ક્યાંકને ક્યાંક તેઓને મદદ કરવાનો પ્રયાસ છે. 

  • વિનસ હોસ્પિટલનુ ઉદઘાટન કર્યા બાદ પીએમ મોદી સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. 
  • VenusHospitalModi.jpg

    વિનસ હોસ્પિટલની ખાસિયત
    આ હોસ્પિટલ 112 વર્ષ જૂની છે. વર્ષ 1912માં અશક્ત અને નિરાધાર લોકો માટે દવાખાનું શરૂ કરાયું હતું અને ત્યાર બાદ વર્ષ 1948માં આ દવાખાનાને હોસ્પિટલમાં બદલવામાં આવી હતી. જોકે સમયની સાથે આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારી ટેકનોલોજી અપગ્રેડ થઈ ન હતી. બાદમાં હીરા ઉદ્યોગકાર સેવતીલાલ શાહ દ્વારા આ હોસ્પિટલને અપગ્રેડ બનાવવાનો પ્રયાસ કરાયો. રૂ 40 કરોડના ખર્ચે અહીં અપગ્રેટેડ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જે હોસ્પિટલનું આજે વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. 

    હોસ્પિટલનું લોકાર્પણ બાદ પીએમ મોદી દાંડી જશે, જ્યાં તેઓ નવનિર્મિત નમક સત્યાગ્રહ સ્મારહનું ઉદઘાટન કરશે, જે ગાંધીજીના દાંડી સત્યાગ્રહ પર આધારિત છે. 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news