જયેન્દ્ર ભોઇ/ગોધરા : સામાન્ય વર્ગ હોય કે તવંગર વર્ગ દરેકને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની જરૂર તો પડતી જ હોય છે.અને આ જરૂરિયાત પુરી કરતું સૌથી હાથવગું સાધન છે લોન. વહેલી તકે મોટી રકમ પ્રાપ્ત કરવા માટે લોન મહત્વનુ પાસુ બની રહે છે. પણ લોન લેતી વખતે આપવામાં આવતા ડોકયૂમેન્ટ ક્યારેક આફત સર્જી શકે છે. ડોક્યુમેન્ટ આપતી વખતે કાળજી રાખવી ખુબ જરુરી છે. નહી તો પસ્તાવાનો વારો આવી શકે છે. આવા જ એક ચેતવણી આપતા કિસ્સો ગોધરા સાયબર રેન્જ પોલીસે ઉજાગર કર્યો છે. બંટી બબલીની જેમ લાખોની છેતરપિંડી આચરતાં વડોદરાના એક દંપતીને પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કથિત ડ્રાઇવ વચ્ચે વ્યાજખોરો બેફામ, નરોડામાં એક પરિવારનું જીવન દોઝખ બન્યું


દાહોદના ફતેપુરા અને ગરબાડાના બે વ્યક્તિઓએ દૈનિક સમાચાર પત્રોમાં લોન અંગેની જાહેરાત જોઈ તે લોન મેળવવા માટે જાહેરાતમાં આપેલ નમ્બર પર ફોન કરતા ગણતરીના દિવસોમાં જ તેમના આશ્ચર્ય વચ્ચે લોન પાસ થયા અંગેનો સેન્ક્શન લેટર અને લોન અમાઉન્ટનો ચેક વોટ્સએપ પર લોન આપનાર દ્વારા મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોન આપનાર દ્વારા લોન વહેલી પાસ કરી હોવાના વધારાના પૈસા આંગડિયામાં જમા કરાવી દો તો કુરિયરથી ઓરિજીનલ સેન્ક્શન લેટર અને ચેક કુરિયરથી મોકલી આપવાની વાત કરતા દાહોદના લોન વાંચ્છુકોએ આંગડિયા પેઢીમાં પૈસા જમા કરાવ્યા બાદ ઓરિજિનલ લોન સેન્ક્શન લેટર અને લોન અમાઉન્ટ નો ચેક ઘરે આવ્યા બાદ ચેક બેન્કમાં આવતા ચેક બાઉન્સ થયો હતો. જે બાબતની ફરિયાદ ભોગ બનનાર ઈસમોએ ગોધરા રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. 


અમદાવાદ: સફરજનનાં ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા દંગ રહી ગઇ સોલા પોલીસ


દાહોદના ફરિયાદી ની ફરિયાદના આધારે ગોધરા રેંન્જના સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે કામગીરી શરૂ કરી હતી. વર્તમાન પત્રોમાં આપેલ જાહેરાતમાં દર્શાવેલ મોબાઈલ નમ્બરના સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમ પોલીસે લોન આપવાના બહાને રૂપિયા પડાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પડ્યું હતું. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા રક્ષાબેન મિતેશકુમાર શાહ અને મિતેશ કુમાર કનૈયાલાલ રહે ૩૩ મહેશનગર સોસાયટી સોમાતળાવ ,ડભોઈ રોડ વડોદરા નામના દંપતી સમાચારપત્રોમા જાહેરાત આપતા હતા. જે લોકો લોન મેળવવા માટે ફોન કરતા તેઓને ચિરાગ સોની,નિશા પટેલ,અનિતા ગૂપ્તા જેવા નામો જણાવીને બેંકના લોન વિભાગમાથી બોલું છુ એમ જણાવીને વિશ્વાસમા લઈને ડોકયૂમેન્ટ મંગાવીને લેપટોપમાં ડાઉનલોડ કરી લેતા હતા. પછી તેઓ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાદ જે બેંકમાથી લોન મંજૂર થયા બાબતે જે બેંક માથી લોન મેળવવા માગતા હોય તે બેઁકનો ખોટો સેન્શન લેટર ભોગ બનનારને મોકલી આપતા હતા. પછી બેંકના નામે બલ્ક મેસેજ કરીને લોન મંજૂર થઈ ગયેલી છે.તમારો ચેક નજીકની સ્થળે આવેલી કુરીયર સેન્ટરમા મોકલી આપેલ છે. 


Gujarat Corona Update: 1169 નવા દર્દી, 1442 સાજા થયા, 9ના મોત, ટેસ્ટની સંખ્યામા ભયાનક ઘટાડો


તેમ કહીને પોતાની પ્રોસેસિંગ ફી આંગડીયામા જમા કરાવતા હતા. જે નાણા આંગડીયા માથી મિતેશ સોની ચિરાગ સોનીના નામે મંગાવતો હતો.અને રોકડ રકમ લઇ લેતો. જ્યારે ભોગ બનનાર તેમના ચેક બેંકમા જમા કરાવતા બાઉન્સ થતા ત્યારે બેંકમા પ્રોબ્લેમ હશે. કલીયર થતા બેંક તમારા ખાતામા લોન જમા કરાવી દેશે તેવી ખાત્રી આપતા હોવાનું પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે. ઠગ દંપતિએ પોલીસની પુછપરછમાં જણાવ્યુ હતું કે દાહોદના લોન લેનાર પાસેથી લોન આપવાના બહાને દાહોદ આવીને પી.એમ.આંગડીયા પેઢીમા તા૨૯-૯-૨૦૨૦ના રોજ ૫૨,૦૦૦ તેમજ તા ૩૦-૯-૨૦૨૦ના રોજ ૧૦,૦૦૦ મળીને ૬૦,૦૦૦ રૂપિયા ભરાવીને લુણાવાડા મહિસાગર ખાતે આવીને પીએમ આંગડીયામાંથી રુબરુ લઈ ગયેલ હતા. તેમને કુંદવાડા ગામ તા ધાનપુર જી દાહોદના રહીશ પાસેથી રૂપિયા ૧૮,૦૦૦ ફતેપુરાના રહીશ પાસેથી ૩૦,૦૦૦ તથા પાટણ જીલ્લાના વરાહી ગામના રહીશ પાસેથી ૮૦,૦૦૦ તથા અન્ય કેટલાય ઇસમો પાસેથી નાણા લીધા હોવાનુ તપાસમા બહાર આવતા દાહોદ જીલ્લાના ગરબાડા અને ફતેપુરા પોલીસ સ્ટેશનમા છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલવામા સફળતા મળી છે.


કોરોનાને ધ્યાને રાખી 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી મોકૂફ


હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાહોદ જીલ્લાના ગરબાડા અને ફતેપુરા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે  ત્યારે આમમાલે વધુ કેટલાક લોકો દંપતીના ના હાથે છેતરપિંડી ની ભોગ બન્યા છે  તે દિશામાં સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર રાજ્ય માં આ લોન કૌભાંડ ના ભોગ બનેલા વ્યક્તિઓ ને ગોધરા રેન્જ સાયબર ક્રાઇમ બ્રાન્ચ નો સંપર્ક કરવા અપીલ કરવા માં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube