અમદાવાદ: સફરજનનાં ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા દંગ રહી ગઇ સોલા પોલીસ

 સોલા પોલીસ ને બાતમી મળી હતી કે, રાજસ્થાન અને હરીયાણામાંથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે. જે બાતમી સોલા પોલીસને મળતા સોલા પોલીસના પોલીસ કર્મીએ મળી હતી ત્યારે સોલા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જયપાલસિંહ ઝાડેજાએ પોલીસ કર્મીએ બાતમી આપતા એક છટકું ગોઠવ્યું હતું.

અમદાવાદ: સફરજનનાં ટ્રકને અટકાવીને ચેકિંગ કરતા દંગ રહી ગઇ સોલા પોલીસ

ઉદય રંજન/અમદાવાદ :  સોલા પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન અને હરીયાણામાંથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે. જે બાતમી સોલા પોલીસને મળતા સોલા પોલીસના પોલીસ કર્મીએ મળી હતી ત્યારે સોલા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જયપાલસિંહ ઝાડેજાએ પોલીસ કર્મીએ બાતમી આપતા એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ખુદ પોલીસ જ નકલી ગ્રાહક બનીને રાજસ્થાન અને હરિયાણામાંથી વેદેશી દારૂ લઇને આવનારને ફોન કરી કહ્યું કે, દારૂ ક્યાં લાવવાનો છે. જેની માહિતી આપી અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇએ ખાસ એક છટકું ગોઠવાયા માટે એક ટિમ બનાવી હતી. કલાકો ની મહેનત બાદ ચારેય બુટલેગર ને 225 વિદેશી દારૂની બોટલ સહીત 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરુ કરી હતી. 

દારૂની હેરેફેર માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવવાનું શરૂ કર્યું છે. સોલા પોલીસે એસપી રીગ રોડ પરથી કાશ્મીરી સફરજનની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતા 4 આરોપી ને ઝડપી પાડ્યા છે. દારૂ બંધીની વાતો વચ્ચે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલગેરો અનેક પ્રયાસ કરતા જ હોય છે ત્યારે વધુ એક પ્રયાસ સોલા પોલીસે નિષ્ફળ કર્યો છે. ત્યારે સમય જતા દારૂની હેરાફેરી માટે બુટલેગરો  નુસખા પણ બદલ્યા છે. દૂધના, દવાની આડમાં દારૂની હેરેફેરી બાદ કશ્મીરી સફરજનની આડમાં દારૂના સપ્લાયનો કીમિયો સામે આવ્યો છે. ડ્રાઈવર ક્લીનર સહિતના 4 આરોપીઓએ સફરજન ભરેલી ટ્રકમાં વધુ પૈસા કમાવવા માટે રાજસ્થાન અને હરિયાણા બોર્ડરથી  દારૂ પણ ભર્યો હતો. આ દારૂનો વિરમગામમાં સપ્લાય કરવાના હતા. જોકે દારૂ સપ્લાય કરે તે પહેલા આરોપીઓ  એસ પી રીગ રોડ પરથી સોલા પોલીસ ના સકંજામાં આવી ગયા હતા.

સફરજનની આડમાં દારૂની હેરફેર, 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો. વીરમગામ દારૂની કરવાના હતા. દારૂની ડીલેવરી, 4 આરોપીની પોલીસે કરી ધરપકડ. આરોપીએ દર બે મહિને જમ્મુ કાશ્મીરથી અમદાવાદના આસપાસના વિસ્તારમાં સફરજન લઈને આવતા હતા. જોકે આ વખતે પોલીસે બાતમી મળતા સફરજનના 500 બોક્સની વચ્ચે રાખવામાં આવેલ 20 લાખ રૂપિયાની કિંમતનો 2700 નંગ દારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ દારૂ છે એના દેખાય તે માટે સફરજનની વચ્ચે દારૂ વચ્ચે રાખ્યો હતો. સોલા પોલીસે દારુની હેરફેરમાં સામેલ રાજસ્થાનના 4  એ આરોપીઓ બકતરખાન  સિંધી ,તાહરખાન  સિંધી ,ફોટાખાન સીધી , લક્ષ્મણ રાજપુર ની સોલા પોલીસ એ ધરપકડ કરી દારૂ અને ટ્રક સહીત 30 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે. ગુજરાતમાં દારૂ બંધીને વાતો વચ્ચે ક્યાંક દવા કયાંક ક્યાંક દૂધ તો ક્યાંક સફરજનની આડમાં લખો રૂપિયાનો દારૂ ગાંધીના ગુજરાત ઘુસાડવા માટે બુટલેગરો પ્રયાસ કરતા હોય છે, તો ક્યારેક પોલીસ સફળ થયા છે તો ક્યારેક નિષ્ફળ પણ રહે છે. 

સોલા પોલીસ ઇન્સપેક્ટર જયપાલસિંહ જાડેજાએ છટકુ ગોઠવવા માટે કરી ખાસ ટીમની રચના...
સોલા પોલીસ ઇન્સપેક્ટર જયપાલસિંહ જાડેજાએ છટકુ ગોઠવવા માટે કરી ખાસ ટીમની રચના કરી હતી. જેમાં PSI જે.જે.રાણા તથા સ્ટાફના ASI અમીતભાઇ રણછોડભાઇ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ નવલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયરામભાઇ રેવાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ દશરથસિંહ,પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતભાઇ કલ્યાણભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર અમ્રુતભાઇ, પોલીસ કોન્સ્ટેબલહિતેષભાઇ જયરામભાઇ, લોકરક્ષક પ્રફુલભાઇ છેલાભાઇ, લોકરક્ષક ધર્મેન્દ્રકુમાર લીલાભાઇ સમાવેશ કરવામાં આવ્યો હતો. કલાકોની મહેનત બાદ ચારેય બુટલેગરને 225 વિદેશી દારૂની બોટલ સહીત 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરુ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news