ચેતન પટેલ/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં ગોલ્ડ સ્કીમના નામે કરોડો રુપિયાનો ચુનો ચોપડનાર બંટી-બબલીને પોલીસે ઝડપી પાડયા હતા. દંપતિ રૂપિયા 2.10 કરોડની રકમ સ્કીમના નામે લઇ રફુચકકર થઇ ગયા હતા. મૂળ જુનાગઢના વિસાવદર તાબેના સરસાઇ ગામનો છે. તેણે સુરતમાં થોડા સમય પહેલા પેલેડીયમ મોલ ખાતે ઓફિસ ભાડે રાખી તેમાં ગોલ્ડ તથા વિદેશી કરન્સીનો ધંધો ચાલુ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ-અલગ વ્યકિતઓ પાસેથી પૈસા લઇ તેઓને ચેક તથા પ્રોમીશરી નોટ આપી પૈસા પોતાની પત્નિ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ છેતરપિંડીમાં અજયની પત્ની જલ્પા પણ લોકોને વિશ્વાસમાં લઇ ફોન કરી ગોલ્ડમાં નાણા રોકવા અને વિદેશી કરન્સી મેળવવા લલચાવતી હતી. આ રીતે પતિ-પત્નિએ અનેક લોકો સાથે છેતરપીંડી કરી હતી અને સુરતમાં ગુનો નોંધાતા રાજકોટ ભાગી આવ્યા હતાં અને ભાડેથી રહેતાં હતાં.


ફિઝિક્સનું પેપર સારુ ન જતા ડિપ્રેશનમાં આવી 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત


આ દંપતીએ લોકોને ગોલ્ડ લોનમાં રોકાણ કરી દોઢ ગણો લાભ અપાવવાની લાલચ આપી અંદાજે રૂપિયા 2.10 કરોડ એકઠા કરીને યોગીચોકની ઓફિસના પાટિયા પાડી દીધા હતા. ઓફિસ બંધ કરીને દંપતિ ભાગી છૂટતા ગોલ્ડ લોનમાં રોકાણ કરનારા લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં સરથાણા પોલીસ મથકે ધસી ગયા હતા. છેવટે રજની લાખાણી તથા જલ્પાબહેન લાખાણી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંટી બબલીને શોધી કાઢી તેમને જેલ ભેગા કર્યા હતા.