જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરાયેલા રિક્ષામાંથી યુગલની લાશ મળી, બે મહિના પહેલાં જ ઘરેથી ભાગ્યા હતા
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગ એરિયામાં છકડો રીક્ષા નજીકથી દુર્ગંધ આવતા લોકોએ ત્યાં તપાસ કરતા જોયું તો યુવક અને યુવતી ની લાશ પડી હતી આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો દોડી આવ્યો
ઝી બ્યુરો/જૂનાગઢ: જ્યાં લોકો સારવાર લેવા જાય છે તે સ્થળ પરથી જ પ્રેમી યુગલની લાશ મળતા દોડ ધામ મચી જવા પામી છે. જૂનાગઢના સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગ એરિયા પાસે એક છકડોની અંદરથી યુવક અને યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ શંકાસ્પદ યુવક યુવતીના મોત મામલે હત્યા કે આત્મહત્યા તે દિશાએ પોલીસે તપાસ શરૂ કરી છે.
ભૂપેન્દ્ર પટેલની લોકોને વધુ એક રાહત, હવે વ્યાજખોરોની ચુંગાલમાંથી મળશે મુક્તિ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગ એરિયામાં છકડો રીક્ષા નજીકથી દુર્ગંધ આવતા લોકોએ ત્યાં તપાસ કરતા જોયું તો યુવક અને યુવતી ની લાશ પડી હતી આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો દોડી આવ્યો. જેમાં માણાવદરના ભીંડોળા ગામના યુવક રાજેશ પારધી અને યુવતી પુષ્પા રાઠોડની લાશ હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ હાલતમાં મળેલા બંને મૃતદેહ ને પીએમ માટે ખસેડવામાં આવ્યા. મૃતક યુવક રાજેશ પારધી પરિણીત અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે ગત બે માસથી આ યુવક અને યુવતી ગુમ થયાની પરિવારજનોએ પોલીસમાં અરજી પણ કરી હતી. યુવક અને યુવતી નો જે સ્થળ પરથી મૃતદેહ મળ્યો ત્યાંથી પોલીસને સેલફોન્સ નામની ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે હાલ આ દિશાએ પોલીસને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વહેલી સવારે કાગડાને જોવો કે સાંભળવો કઈ ઘટનાને આપે છે સંકેત, જાણો શુભ- અશુભ ઈશારા
પ્રેમી યુગલના શંકાસ્પદ મોત મામલે ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટના ના પગલે જુનાગઢ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી આવી તપાસ શરૂ કરી છે. મૃતક યુવક રાજેશ પારઘી અને યુવતી પુષ્પા રાઠોડ બંને એકબીજાને પ્રેમ કરતા હતા.. થોડા સમય પહેલા પણ આ બંને ઘરેથી નશી ગયા હતા. છેલ્લા બે માસથી આ બંને યુવક અને યુવતી સાથે રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ બંને યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન અથવા તો લિવ ઈન રિલેશનશિપનું કરાર કર્યું હતું કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે સાથે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.
મેક્સિકોમાં ગુજરાતી યુવકના મોતમાં મોટો ખુલાસો, આ ટ્રાવેલ્સમાંથી નીકળી હતી ટિકિટ
આમ યુવક અને યુવતીના શંકાસ્પદ મોત મામલે પ્રાથમિક અનુમાન આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે હત્યા કે આત્મહત્યા??