ભૂપેન્દ્ર પટેલની લોકોને વધુ એક રાહત, હવે વ્યાજખોરોની ચુંગાલમાંથી મળશે મુક્તિ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સીએમ ભુપેન્દ્ર પટેલે પણ હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસના વખાણ કર્યા હતા. સાથે જ લાભાર્થીઓને લોન લેતા પહેલા સાંભળ્યા. જેમાં અનેક લોકોની મુશ્કેલી સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો.

ભૂપેન્દ્ર પટેલની લોકોને વધુ એક રાહત, હવે વ્યાજખોરોની ચુંગાલમાંથી મળશે મુક્તિ

મૌલિક ધામેચા/અમદાવાદ: વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ પછી વધુ એક રાહત લોકોને અપાઈ. 4 હજાર ફેરિયાઓને આજે સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા ધિરાણ પત્ર અપાયા. પોલીસે ફેરિયાઓને સરકારી યોજના હેઠળ રૂ.10 હજાર અને 20 હજાર તથા 50 હજાર સુધીની લોન અપાવવાનું શરૂ કર્યું હતું. 

ફેરિયાઓ સુધી પહોંચવા માટે પોલીસે દરેક વિસ્તારમાં લોન મેળા પણ યોજ્યા હતા. જેમાં 12 હજાર કરતાં વધુ ફેરિયાએ લોન માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4200થી વધારે ફેરિયાની લોન મંજૂર થતાં તે તમામને 10, 20 અને 50 હજાર સુધીની લોનના સેંક્શન લેટર્સ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સિટી ખાતે આપવામાં આવ્યા હતા.

વ્યાજખોરોના ખપ્પર માંથી બહાર લાવનાર ગુજરાત પોલીસ હાલ ચર્ચામાં છે. જે રીતે દિલ્હી બેઠેલા નરેન્દ્ર મોદીએ કોરોના જેવી મહામારીમાંથી લોકોને બહાર કાઢયા એજ રીતે ભુપેન્દ્ર પટેલની સરકાર માં ગૃહ રાજયમંત્રી રહેલા હર્ષ સંઘવીએ વ્યાજખોરો ના દુષણ માંથી લોકોને બહાર કાઢવાનું કામ કરવામાં આવ્યું. અમદાવાદ પોલીસે ફરિયાદો નોંધી, પાસા કરી વ્યાજખોરો ને ડામ્યા તે કામગીરી ને હર્ષ સંઘવીએ વખાણી.સાથે જ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સર્વિસ નહિ પણ સેવા હોવાનું જણાવી આ જ રીતે નાના માણસો માટે ઉત્તમ કામગીરી કરે એવી આશા વ્યક્ત કરી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સીએમ ભુપેન્દ્ર પટેલે પણ હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસના વખાણ કર્યા હતા. સાથે જ લાભાર્થીઓને લોન લેતા પહેલા સાંભળ્યા. જેમાં અનેક લોકોની મુશ્કેલી સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. તો 10 હજારની લોન લઈ ભરપાઈ કરી ચૂકેલા લોકોને હવે 20 હજારની લોનના ધિરાણ પત્ર આપવામાં આવ્યા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ નાના માણસો માટે રજૂ કરેલા બજેટ અંગે પણ વાત કરી.લોકોને શુ ફાયદો સરકાર કરાવી રહી છે તેનો ચિતાર આપ્યો. તો આગામી દિવસોમાં લોકો સંપૂર્ણપણે વ્યાજખોરોના ત્રાસમાંથી બહાર આવી આર્થિક રીતે પગભર બને તેવી આશા વ્યક્ત કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news