મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજી દેનાર માતા-પિતા ઝડપાયા આખરે ઝડપાયા છે. પાંચમાં બાળકનો જન્મ થતા સમાજની શરમના કારણે બાળકને ત્યજી હોવાનું તેઓએ તપાસમાં જણાવ્યું હતુ. શાહીબાગ પોલીસે દાહોદના દંપતી ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોમાં દેખાતા આ દંપતિ પોતાનું બાળક સિવિલ હોસ્પિટલમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા. શાહીબાગ પોલીસે દાહોદના આ દંપતીની ધરપકડ કરી છે. ઘટના કંઈક એવી છે કે આરોપી રસુલ ચૌહાણની પત્ની સમુબેને બે મહિના પહેલા બોપલમાં એક બાળકીને જન્મ આપ્યો. આ દંપતીને અગાઉ 4 બાળકો છે અને તેમની ઉંમર પણ વધારે હોવાથી તેમને સમાજની શરમ આવી હતી કે, આ ઉંમરમાં સંતાનને જન્મ કેમ આપ્યો. સંકુચિત માનસિકતાથી પીડાતા આ દંપતિએ પોતાની બાળકીને ત્યજી દેવાનો નિર્ણય લીધો હતો. બાળકી અસ્વસ્થ હોવાથી વધુ સારવાર માટે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં આ દંપતી પોતાની બાળકીને મૂકીને ફરાર થઈ ગયા. પરંતુ પોલીસે આ નિર્દય માતા પિતાને શોધીને તેઓની ધરપકડ કરી હતી. 


નિર્દય અને કઠોરતા આ માં બાપની આંખોમાં છલકી રહી છે. તેમને પોતાની એક દિવસની બાળકીને ત્યજી દેતા એક વખત પણ વિચાર કર્યો નહિ. આ મા-બાપ હવે પોલીસ ચૂંગલમાં આવી ગયા છે. શાહીબાગ પોલીસે બાળકીને ત્યજી દેતા તપાસ શરૂ કરી હતી. આ તપાસ તેમને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગઈ. અને ત્યાર બાદ બાળકીનો જન્મ બોપલના આરોગ્ય કેન્દ્રમાં થયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોગ્ય કેન્દ્રમાં પૂછપરછ કરતા એક જાગૃત ડોકટરના કારણે દંપતીનો મોબાઇલ મળ્યો હતો. કોલ લોકેશનની તપાસ દરમ્યાન પોલીસ આ નિર્દય માતા પિતા સુધી પહોંચી હતી. 


પોલીસ તપાસમાં આ દંપતી જણાવે છે કે, લોકડાઉનના કારણે રોજગારી છીનવાઈ ગઈ છે અને આર્થિક મુશ્કેલી અને 4 બાળકનું ભરણ પોષણ વચ્ચે પાંચમાં બાળકની જવાબદારી ઉઠાવી શકતા નહતા. તેમજ સમાજમાં આ ઉંમરે બાળક થતા શરમ આવે. જેથી બાળકીને સિવિલ હોસ્પિટલમાં મૂકી દીધી હચીય પણ એવું હોય તો અમે બાળકીને લઈ જઈશું. આ દંપતીના આ નિવેદનથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી કે બાળકીને આ દંપતીને સોંપવી કે નહિ. પરંતુ કાયદાની આંટીઘૂંટીમાં પોલીસ પણ મજબૂર બની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર