તેજશ મોદી/સુરત :કોરોના કાળમાં અનેક લોકોને પરિવારની મહત્વતા સમજાઈ હતી. ભાગદોડની જિંદગીમાં કોરોનાકાળમાં અનેક પરિવારો એક થયા હતા. ત્યારે આવુ જ એક ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું. છૂટાછેટા લેવા કોર્ટમાં ગયેલા પતિને આખરે પરિવારનુ મહત્વ સમજાયુ હતું, અને કેસ પાછો ખેંચાયો હતો. કોરોના કાળમાં એકલવાયું જીવન જીવી ન શકતા પતિ ફેમિલી કોર્ટનો કેસ ઉભો રાખીને પત્ની અને બે બાળકોને લઈ ગયો હતો. આખરે તેમના પરિવારનો માળો ફરી બંધાઈ ગયો છે. દંપતીનું જીવન ફરી પાટે ચઢી જતાં પત્નીએ ભરણપોષણનો કેસ પરત ખેંચી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના વેડરોડ વિસ્તારમા રહેતા સીમાબેનના લગ્ન તારીખ 7 મે, 2012 ના રોજ ભાવનગર સ્થિત ગારિયાધારના વતની અને રત્નકલાકાર તરીકે કામ કરતા કિશનભાઈ (બન્નેના નામ બદલેલ છે) સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમને ત્યાં બે બાળકો અનુક્રમે પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. દરમિયાન પતિ સાથે ખટરાગ થતા પત્નીએ સુરતમાં પિયરનો આશરો લીધો હતો અને બાળકો સહિત પોતાના માટે ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦ માં એડવોકેટ અશ્વિન જે જોગડીયા મારફતે અત્રેની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. 


આ પણ વાંચો : પાકિસ્તાન પોલીસને કારણે ગુજરાત બદનામ થઈ ગયું, બુરખાની ઘટનાથી ઉભું થયુ મોટું કન્ફ્યુઝન


આ દરમિયાન કોરોના મહામારી શરૂ થઈ હતી. કિશનભાઈ લોકડાઉનને લીધે ઘરમાં કેદ થયા હતા અને લોકડાઉન ખુલ્યા બાદ પણ કામ ધંધો અટવાઈ ગયો હતો. આ એકલતાવાળા જીવનમાં તેમણે પત્ની અને બાળકોની ઘરમાં ગેરહાજરી ખટકવા લાગી હતી. જેથી સામેથી તેમણે પત્નીના ભાઈ મારફતે એડવોકેટ જોગડિયાનો સંપર્ક કરી સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. જે વાતનું માન રાખી ભાઈ અને એડવોકેટ જોગડિયાએ સીમાબેનને સમાધાન માટે મનાવી લીધા હતા.


આ પણ વાંચો : જુનાગઢના સોલંકી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, છતાં બેન્ડબાજા સાથે મૃત પુત્રવધુ-દીકરીને વિદાય આપી 


ગત વર્ષે 7 એપ્રિલ, 2021 ના રોજ લેખિત સમાધાન કરાર કરી કેસ ઉભો રાખી ફરીથી દંપતીએ સાથે રહેવાનું શરૂ કર્યું હતુ. સમયની સાથે બંને વચ્ચેના તમામ મતભેદ પણ દૂર થયા હતા. જેના પરિણામ સ્વરૂપ દંપતિનો સંસાર ફરી પાટે ચઢ્યુ હતું. તેમણે કાયમી ધોરણે એક સાથે રહેવા નિર્ણય લઈ એક વર્ષ બાદ કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધો હતો અને હવે માસુમ બાળકોને માતા-પિતા બંનેની હૂંફ મળી રહી છે. દંપતીની સમજદારીથી એક પરિવાર તૂટતા બચી ગયો અને સંતાનો નોંધારા થતા બચી ગયા.