પાકિસ્તાન પોલીસને કારણે ગુજરાત બદનામ થઈ ગયું, બુરખાની ઘટનાથી ઉભું થયુ મોટું કન્ફ્યુઝન

Pakistan Male Constable Wear Hijab : આ ઘટના ગુજરાતની છે, પણ આપણા ‘ગુજરાત’ની નથી... વાંચીને કન્ફ્યૂઝ થઈ જશો કે કેવી રીતે પુરુષને બુરખો પહેરાવ્યો

પાકિસ્તાન પોલીસને કારણે ગુજરાત બદનામ થઈ ગયું, બુરખાની ઘટનાથી ઉભું થયુ મોટું કન્ફ્યુઝન

અમદાવાદ :ગુજરાતના એક પોલીસ સ્ટેશનના સમાચાર ચારેકોર ચર્ચાઈ ગયા. ગેરકાયદે હથિયાર તથા ડ્રગ્સની હેરાફેરીમાં એક મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી. જેમાં મહિલા આરોપીને પકડ્યા બાદ તેમની તસવીરો લેવાની થઈ. પરંતુ તેના માટે મહિલા કોન્સ્ટેબલ ન હતી. તેથી એક પુરુષ કોન્સ્ટેબલને બુરખો પહેરાવીને મહિલા બનાવી દેવાઈ અને પછી તસવીર લેવામાં આવી. આ ઘટનાની ચારેતરફ હાંસી વળી. ગુજરાતનુ નામ બદનામ થઈ ગયું. તેની તસવીર વાયરલ થતા જ ગુજરાત બદનામ થઈ ગયું. 

પણ, આ ખબર વાયરલ થયા જ કન્ફ્યુઝન થઈ ગયું. કારણ કે, આ ઘટના ગુજરાતની છે, અને ગુજરાતની નથી પણ. કારણ કે, અહી જે ગુજરાતની વાત કરવામા આવી છે, તે ભારતનુ ગુજરાત નહિ, પરંતુ પાકિસ્તાનનુ ગુજરાત છે. વાંચીને કન્ફ્યૂઝ થઈ જવાય તેવા આ સમાચાર છે. 

જે રીતે ભારતમાં ગુજરાત રાજ્ય આવેલુ છે, તે જ રીતે પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં પણ ગુજરાત નામનો એક જિલ્લો છે. જ્યાં ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સના કેસમાં એક મહિલા અને બે આરોપી પકડાયા હતા. પાકિસ્તાનમાં પણ આરોપીની ધરપકડ બાદ ફોટો પાડવાનો નિયમ છે. પરંતુ આ સમયે મહિલા કોન્સ્ટેબલ જ ગાયબ હતી. મહિલા કોન્સ્ટેબલ ગાયબ હોય ત્યારે મહિલા આરોપી સાથે ફોટો કેવી રીતે પડાય. આવામાં ભેજાબાદ પોલીસ કર્મચારીઓએ નવુ ગતકડું કાઢ્યું. તેમણે એક પુરુષ કોન્સ્ટેબલને હિજાબ પહેરાવી દીધો અને ફોટો પડાવવા ઊભા રહી જવા કહ્યું અને ફોટો પાડી દીધો.

તસવીર પડી ગઈ, પણ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. પોલીસનુ ભોપાળું સામે આવ્યુ, અને પાકિસ્તાની પોલીસ હાંસીનુ કેન્દ્ર બની. એક તરફ પાકિસ્તાન પોલીસની આબરુ તો ગઈ, પણ બીજુ બાજુ ગુજરાત બદનામ થઈ ગયું. કારણ કે, ગુજરાતમાં આવી કોઈ ઘટના બની નથી. છતાં ગુજરાતનુ નામ આવતા જ ચર્ચા ઉઠી હતી.

પુરુષ પોલીસને બુરખો પહેરાવતા મજાક બની
આ ઘટનાથી પાકિસ્તાન પોલીસની ભારે મજાક ઉડી છે. મહિલા કોન્સ્ટેબલ મેટરનિટી લીવ પર ગઈ હતી, જેથી પુરુષને મહિલા બનાવીને ઉભો રખાયો હતો. બુરખો પહેરવાથી દાઢી-મૂંછ ભલે ઢંકાઈ જાય, પણ છતા લોકોને ખબર પડી ગઈ કે બુરખામાં મહિલા નથી, પણ પુરુષ છે. જોકે, આ ઘટના વાયરલ થતા જ અધિકારી દ્વારા પીએસઓને સસ્પેન્ડ કરી દેવાય હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news