મૌલિક ધામેચા/અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે જશોદા નગર ચાર રસ્તા પાસેથી સલીમ મિયા રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના આઈ કાર્ડ અને કાર સહિત ₹4.47લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ SRP ના કોન્સ્ટેબલમાંથી ડિસમિસ થયેલ છે. આરોપી અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોની બહાર નીકળતા કપલ અને દેહવિક્રયનો વેપાર કરતી યુવતીઓના દલાલનો પીછો કરીને તેઓને રોકીને પોલીસની ઓળખ આપી ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લેતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરની મહિલાની બિભત્સ તસ્વીરો સોશિયલ મીડિયા પર VIRAL, લોકો કરી રહ્યા છે વિચિત્ર કોલ


આરોપીની પૂછપરછમાં અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં બનેલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં નવરંગપુરા, હીરાવાડી, જશોદાનગર અને સરખેજ જેવા વિસ્તારોમાં અલગ-અલગ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીના ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ પણ આરોપી વર્ષ 2012માં બનાવટી પોલીસની ઓળખ આપીને રૂપિયા બનાવવાનાં ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૦૯માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન પણ અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


લાલચી સાસરિયા પુત્રવધુને દહેજ માટે કરી પરેશાન, સાસુ તમામ વસ્ત્રો ઉતારીને કહેતી...


અત્રે ઉલ્લેખનીય છે કે, ડુપ્લિકેટ પોલીસ દ્વારા સામાન્ય જનતાને પરેશાન કરવાનાં કિસ્સામાંઓ પ્રકાશમાં આવતા રહે છે. જો કે આ કિસ્સામાં તો સસ્પેન્ડ થયેલો પોલીસ જવાન જ તોડ કરવાનાં રસ્તે ચડી ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તેને પ્રાથમિક પુછપરછ ચાલુ કરવામાં આવી છે. જેમાં જ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જો કે તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. આ રિમાન્ડ દરમિયાન આ પ્રકારનાં વધારે કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube