35 લાખના તોડકાંડ મામલે મહિલા PSIને રજૂ કરાયા કોર્ટમાં, 3 દિવસના રિમાન્ડ મંજૂર
મહિલા PSI શ્વેતા જાડેજા દ્વારા 35 લાખના તોડકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી મહિલા PSIને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તોડકાંડ મામલે પોલીસ દ્વારા આરોપી મહિલા PSIના 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
આશ્ક જાની/મૌલિક ધામેચા, અમદાવાદ: મહિલા PSI શ્વેતા જાડેજા દ્વારા 35 લાખના તોડકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી મહિલા PSIને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તોડકાંડ મામલે પોલીસ દ્વારા આરોપી મહિલા PSIના 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI શ્વેતા જાડેજાએ બળાત્કારના કેસમાં આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાંથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે આ મહિલા PSI વિરુદ્ધ ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ દ્વારા આરોપી મહિલા PSIના 7 દિવસના રિમાન્ડની માગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. પોલીસે કોર્ટમાં મહિલા PSIને સાથે રાખી તપાસ કરવા જરૂરી કારણ રજૂ કર્યા હતા.
આ પણ વાંચો:- જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત
આ કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, જે મકાનમાં રહે છે ત્યાં આરોપીને સાથે તપાસ કરવી. લાંચમાં લીધેલ રૂપિયા મેળવવા માટે તપાસ કરવી. 20 લાખ કોની પાસે અને ક્યાં રાખ્યા છે તે અંગે તપાસ કરવી. મહિલા પીએસઆઇના મૂળ વતન કેશોદમાં પણ તપાસ કરવી જરૂરી છે. અન્ય કોણ કોણ આરોપીની સંડોવણી છે તે અંગે તપાસ કરવી. આરોપી અને તેના સગાની અમદાવાદ કે વતનમાં બેંક સ્ટેટમેન્ટની માહિતી એકત્રીત કરવી જરૂરી છે. આરોપીએ અગાઉ કોઇ જગ્યાએથી પૈસા લીધા છે કે તે અંગે તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:- શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
જાણો શું છે સમગ્ર મામલો...
શ્વેતા એસ જાડેજા 2017ની બેન્ચમાં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં મહિલા PSI શ્વેતા જાડેજાને એક કેસની તપાસ સોંપવામા આવી હતી. આ એક બળાત્કારનો કેસ હતો.
આ પણ વાંચો:- કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો
આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહિ પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસની ફરી તપાસ મહિલા PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા PSI શ્વેતા જાડેજાએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદકીય ધાકધમકી આપી હતી. તેને જેલમાં નાખી દેવાની પણ ધમકી મહિલા પીએસઆઈ દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો:- ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો
જો પાસા ન કરાવવા હોય તો પહેલા 20 લાખની માંગણી કરી જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા PSIના કહેવાથી 20 લાખ રૂપિયા જયુભાના નામના શખ્સને જામજોધપુર ખાતે આંગળિયું કર્યું હતું. ત્યારબાદ ફરીવાર બળાત્કાર કેસના આપીને મહિલા PSI બોલાવીને ધમકી આપી અને ફરી વખત પાસા નહિ કરવા માટે 15 લાખની માંગણી કરી હતી. બીજી વાર પણ બળાત્કાર કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube