તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી, જાણો શું કહ્યું...
કોર્ટમાં સુનાવણી દરમિયાન તિસ્તા અને આર બી શ્રીકુમારે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને નકાર્યા હતા. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે પાયા વિહોણા હોવાની આરોપીઓએ રજૂઆત કરી છે
ઝી બ્યુરો, અમદાવાદ: 2002 ના ગુજરાત રમખાણો મામલે ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર સામે કેસ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન તિસ્તા અને આર બી શ્રીકુમારે પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને નકાર્યા હતા. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે પાયા વિહોણા હોવાની આરોપીઓએ રજૂઆત કરી છે. અહેમદ પટેલ જોડેથી પૈસા લીધા હોવાનો પોલીસે લગાવેલો આક્ષેપ તિસ્તા સેતલવાડે કોર્ટમાં નકાર્યો હતો. બનાવટી સોગંદનામા અંગેનો આક્ષેપ પણ તિસ્તાએ નકાર્યો હતો.
સામાન્ય માણસને શાકભાજી ખાવા થયા મોંઘા, ગૃહિણીઓના બજેટ પર જાણો કેટલો પડશે માર
આર બી શ્રી કુમારે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મેં જે સોગંદનામાં કર્યા તે નાણાવટી પંચમાં કર્યા હતા. જેના આધાર પર કોઈને સજા થઈ શકે નહીં. આથી ગંભીર ગુનામાં સંડોવી દેવા બાબતના આક્ષેપો પાયા વિહોણા છે. અમારી પર ખોટો કેસ થયો છે.
OMG...!! હવામાં લીંબુ ઉડાવી આ બાબા કરે છે પૈસા ડબલ, જાણો શું છે 'એક કા ડબલ' મામલો
જોકે, કોર્ટ સમય પૂર્ણ થતા સુનાવણી મુલતવી રહી હતી. હવે 20 જુલાઈના રોજ બપોરે 3 વાગે વધુ સુનાવણી હાથ ધરાશે. સરકાર પક્ષ તરફથી કોર્ટમાં રજૂઆતો 20 જુલાઈના રોજ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube