હાર્દિક દીક્ષિત, વડોદરાઃ  આપણા સમાજમાં ભાઈ બહેનના સબંધને સૌથી પવિત્ર સબંધ માનવામાં આવે છે. ત્યારે વડોદરાના એક ભાઈએ ભાઈ-બહેનના આ પવિત્ર સબંધને સર્મસાર કરે તેવું કૃત્ય કરી આપણી સામાજિક વ્યવસ્થા સામે સવાલો ઉભા કરી દીધા છે. પોતાની જ પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાની જીદે ચડેલા એક ભાઈની મહેચ્છા ન સંતોષાતા તેને પોતાની બહેનનો સુહાગ છીનવી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સદગુરુ ફ્લેટના એક મકાનમાં ગત રોજ ખૂની ખેલ ખેલાયો હતો. હત્યારા સાહિલ રાણાએ પોતાના પરિવારના અન્ય સભ્યોની મદદથી પોતાના બનેવી ધવલ બારોટને તીક્ષ્ણ હથિયાર વડે રેંહસી નાખ્યો હતો. મામલાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી તો હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ કે ગુર્જરના જણાવ્યા અનુસાર મૃતક ધવલ બારોટ ગત રોજ પોતાની સાસરીમાં ગયા હતા. જ્યાં તેમનો સાળો સાહિલ રાણા પણ હાજર હતો. કોઈ  બાબતે સાળા બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ હસતા રમતા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો.


આ પણ વાંચોઃ જો તમે પણ કપાસની ખેતી કરો છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન, સરકારે આપી મહત્વની માહિતી


ઉલ્લેખનીય છે કે હત્યારા સાહીલ રાણા ને છેલ્લા ઘણા સમયથી પોતાની જ પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારના સભ્યોએ આપણા સમાજમાં બહેન સાથે લગ્ન કરવા શક્ય નથી તેમ કહી વિરોધ દર્શાવતા સાહિલ રોષે ભરાયો હતો. થોડા સમય બાદ બહેનના લગ્ન અન્ય યુવક સાથે થતાં સાહિલે નાની-નાની બાબતોમાં તકરાર કરવાનું શરૂ કર્યું હતું. ગત રોજ જ્યારે મૃતક ધવલ બારોટ તેમની સાસરીમાં કામ અર્થે ગયો હતો ત્યારે જૂની અદાવતને ધ્યાને રાખી સાહિલે પોતાના બનેવી ધવલ બારોટને છરી ના છ થી સાત ઘા મારી દીધા હતા અને ત્યાર બાદ સાહિલના પિતા બાબુ રાણા તેમજ ભાઈ ચિરાગ રાણાએ પણ ધવલ બારોટના માથે પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દિધો હતો.


હાલ ગોત્રી પોલીસ દ્વારા પોતાના બનેવીની હત્યા કરનાર સાળા સાહિલ રાણા,ચિરાગ રાણા તેમજ હત્યામાં મદદ કરનાર સાહિલના પિતા બાબુ રાણાની ધરપકડ કરવામાં આવી છે. હત્યાની આ ઘટના પૂર્વ આયોજિત હતી કે પછી આકસ્મિક બનેલી કોઈ ઘટના? તે જાણવું પોલીસ માટે ખૂબ જરૂરી છે. તો સાથે જ ગોત્રીમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે પોલીસ દ્વારા ત્રણેય હત્યારાઓને કોર્ટ માં રજુ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરાશે. ત્યારે પોલીસની તપાસમાં કેવા પ્રકારનાના ખુલાસા થશે તેના પર સમાજના તમામ લોકોની નજર મંડાયેલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube