બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું
કાળઝાળ ગરમી અનેકોના ભોગ લઈ રહ્યાં છે. આવી ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડે છે. સુરતના ઓલપાડના એક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં નાચતા સમયે યુવતીના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવકનુ મોત નિપજ્યુ હતુ. ત્યારે લગ્નનો પ્રસંગ માતમમાં છવાયો હતો.
સંદીપભારતી વસાવા/સુરત :કાળઝાળ ગરમી અનેકોના ભોગ લઈ રહ્યાં છે. આવી ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડે છે. સુરતના ઓલપાડના એક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં નાચતા સમયે યુવતીના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવકનુ મોત નિપજ્યુ હતુ. ત્યારે લગ્નનો પ્રસંગ માતમમાં છવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં યુવકનું ડી.જેમાં નાચતા નાચતા મોત નિપજ્યુ છે. ઓલપાડના કનાજ ગામે પિતરાઈ બહેનના લગ્નના DJ માં નાચતા ભાઈ નીચે ઢળી પડ્યો હતો. 19 વર્ષીય સુનિલ માતા પિતાના અવસાન બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. તે ખેત મજૂરી કરી આર્થિક રીતે પરિવારને મદદરૂપ થતો હતો. ગઈકાલે તેની પિતરાઈ બહેનના લગ્નની ડીજે પાર્ટી હતી, જેમાં ડી.જે માં નાચતા નાચતા સુનિલને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તે અચાનક ઢળી પડ્યો હતો. સુનિલને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. તેના મિત્રોએ કહ્યું, ચક્કર આવતા સુનિલ બાકડા પર બેસી ગયો હતો.
આ પણ વાંચો : કાળા કલરને કારણે લગ્ન ન થતા સુરતમાં યુવતીએ ગળે ફાંસો ખાધો
જ્યા લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવ્યો. પિતરાઈ બહેનના લગ્નને બદલે ભાઈની અરથી ઉઠી હતી. ભાઈનું મોત થતા પરિવારજનો શોકમગ્ન થયા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત જિલ્લામાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે. થોડા દિવસ પહેલા સુરતના અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે નાચતા નાચતા હાર્ટ એટેક આવતા વરરાજાનું મોત થયુ હતું.
આ પણ વાંચો :
‘આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે’