ગુજરાતમાં ઓવૈસીનું સ્ફોટક નિવેદન, ‘આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે’
AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સતત મોટા નિવેદન કરી રહ્યાં છે. બનાસકાંઠાના વડગામના તાલુકાના મજાદર પાટિયા નજીક રવિવારે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને અનુંલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઔવેસીએ પોતાની પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ તેમજ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા :AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સતત મોટા નિવેદન કરી રહ્યાં છે. બનાસકાંઠાના વડગામના તાલુકાના મજાદર પાટિયા નજીક રવિવારે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને અનુંલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઔવેસીએ પોતાની પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ તેમજ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
વડગામના મજાદરમાં અસદુદ્દીન ઓવૈસીએ જંગી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, હિજાબને જિહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબ ખતરો લાગી રહ્યો છે, પણ દેશને તો ખતરો છે તો ગાંધીના હત્યારાથી ખતરો છે. દેશને ગોડસેના ભક્તોથી ખતરો છે, જો આજે તમે હિજાબ ઉપર ચૂપ થઈ જશો તો કાલે દાઢી કાપવાનું કહેશે ટોપી ઉતારવાનું કહેશે. હિજાબને એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે કે મુસલમાનોનું કલ્ચર છીનવી લેવાય. આપણે હુકુમતને નહિ બદલી શકતા, પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ અને આપણી આવાજને રાખી શકીએ. જ્ઞાન વ્યાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવી દીધો હું બોલ્યો તો મને કહે કેમ બોલો છો. હું બોલીશ હું એ માટે બોલું છું કે હું જીવતો છું. મરી નથી ગયો. હું એ માટે બોલું છું કે હું અલ્લાહથી ડરું છું. કોઈનાથી ડરતો નથી એટલે બોલું છું. તમે મારુ ભાષણ સાંભળવા આવ્યા હોય તો હું કોઈ કવ્વાલ કે કોઈ ગાવાવાળો નથી કે તમે મારી અવાજ સાંભળવા આવ્યા છો. હું તમારા માટે આવ્યો છું. એ અમને શીખવાડે છે કે મસ્જિદ શું છે. સરવે થયું વીડિયોગ્રાફી થયું તો અમને કહે છે કે શું તકલીફ છે. કેમ તકલીફ ન હોય, હું 19-20 વર્ષનો હતો તો બાબરી મસ્જિદ મારાથી છીનવી લીધું, હવે અમે કોઈ મસ્જીદને નહિ ખોઈએ. મસ્જિદ છે અને રહેશે. જ્ઞાન વ્યાપી મસ્જિદ હતી અને કાયમ રહશે. આપણે આપણા ગામના શહેરની મસ્જિદોને આબાદ રાખવાની છે ત્યારે આ શેતાનોને ખબર પડશે કે હવે મુસલમાન કોઈ મસ્જિદ નહિ ખોવે.
તેમણે વધુમાં કહ્યુ કે, ગુજરાત ખંભાત અને હિંમતનગરમાં 10 વર્ષ જુના ગોડાઉનો તોડ્યા. મધ્યપ્રદેશમાં પણ એવું જ થયું. ગુજરાત અને મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી કોર્ટનો ચીફ જસ્ટિસ છે કે એ નક્કી કરશે કે કોનું ઘર તોડે. કોંગ્રેસ પાર્ટી છે તેવું આપ કહો છો તો મને બતાવો કોંગ્રેસ પાર્ટી છે ક્યાંય. લોકો કહે છે કે ઔવસીના આવવાથી ભાજપને ફાયદો થશે, તો હું કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે તમારી સરકાર ગુજરાતમાં ક્યારે હતી. આટલા વર્ષોથી ઔવેસી નથી આવ્યો, તો તમે કેવી રીતે આટલા વર્ષોથી હારી ગયા. કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં ભાગી ગયા તે મને પૂછીને ગયા હતા. શું મેં એમને હૈદરાબાદમાં બીરિયાની ખવડાવી. એમને મારી બીરિયાની નથી ખાધી પણ, તેઓ નરેન્દ્ર મોદીના ઢોકળા ખાઈ ગયા.
તેમણે કહ્યુ કે, મુસલમાનોની તકલીફ વખતે કોંગ્રેસ ક્યારે કેમ કંઈ બોલી નથી. બીજેપીને હરાવવાનું છે, કોણ કહેશે કે નથી હરાવવાનું. મારી જિંદગીનો એક જ હેતુ છે કે મારી જમાતના લોકો જિલ્લા પરિષદ અને વિધાનસભામાં જવા જોઈએ. મને કોઈએ પૂછ્યું કે આ જ્ઞાન વ્યાપીના નીચે, તાજમહેલની નીચે અને કુતુબ મિનારના નીચે શુ જોવા માંગે છે. તો સોશિયલ મીડિયામાં કોઈએ લખ્યું કે તેમને નીચે જઈને જોયું તો કઈ મળ્યું નહિ. પણ આવાજ આવ્યો કે મોંઘવારી ઓછી કરે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે