Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 3 કેસ નોંધાયા હતા. વડોદરામાં 2 કેસ અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા હતા. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. હાલ રાજ્યમાં  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 છે. અત્યાર સુધીમાં 1266509 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11043 લોકોના મૃત્યુ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કાલે સાંજ 5 વાગ્યા સુધીમાં કુલ 4429 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણનો કુલ આંક 12,78,25,775 પર પહોંચ્યો હતો.


આ પણ વાંચો:
ઉનાળાની ઋતુમાં આ ટિપ્સ અપનાવીને તમે તમારી બાઇકની સંભાળ રાખી શકો છો
ફોન બોમ્બની જેમ ફૂટે છે! એક વ્યક્તિનું મૃત્યુ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?
ટુ વ્હીલર ચલાવતી વખતે આ સેફ્ટી ટિપ્સ કરો ફોલો, અકસ્માતનું જોખમ થશે ઓછું



કોરોનાના વધતા જોખમ વચ્ચે વધાર્યું ટેસ્ટીંગ, જાણો દેશમાં કેટલા આવ્યા નવા કેસો
ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ પોતાની તૈયારીઓ ઝડપથી કરી રહ્યું છે. બુધવારે (4 જાન્યુઆરી) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી મળેલ ડેટા અનુસાર, કોવિડ-19ના 175 નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,570 છે.


દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ બૂસ્ટર ડોઝ સામેલ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 48,292 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતનમાં હાલના સક્રિય કેસોનો આંકડો 2,570 છે.


આ પણ વાંચો:
માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારૂં રાશિફળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube