• જો તમારા વાળમાંથી ગુચ્છો નીકળે છે અથવા વાળનો બોલ બની રહ્યો છે તો તે કોવિડને કારણે છે

  • કોવિડ સંક્રમણના બાદના 3 થી 6 મહિના સુધી તમારા વાળ ઉતરી શકે છે

  • જો તમારા વાળ વધુ ઉતરતા હોય તો પેરાબીન, સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો


ઝી મીડિયા/બ્યૂરો :કોરોના પોઝિટિવ દર્દીઓની રિકવરી બાદ અનેક સાઈડ ઈફેક્ટ્સ સામે આવી રહી છે. હ્રદય, ફેફસાં, પેટની તકલીફો બાદ હવે વાળ ઉતરવાની સમસ્યા (Hair Fall) સામે આવી છે. એપ્રિલ-મે મહિનામાં આવેલી બીજી લહેરમાં અનેક લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જેમાંથી અનેક દર્દીઓમાં વાળ ઉતરવાની સમસ્યા થઈરહી છે. ડર્મેટોલોજિસ્ટ પાસે વાળ ઉતરવાની સમસ્યાઓ લઈને આવનારા લોકોની ફરિયાદ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલાનો અંદરથી આવો છે નજારો


સૌથી પહેલા તો લોકોએ ઓળખવુ પડશે કે આ વાળ ચોમાસાની સીઝનને કારણે તૂટી રહ્યા છે કે કોવિડને કારણે. હેલ્થ એક્સપર્ટસ કહે છે કે, કોવિડને કારણે હેર ફોલ થવુ સામાન્ય બની ગયુ છે. જો તમે વાળમાં કાંસકો ફેરવો છો અને તમારા વાળમાંથી ગુચ્છો નીકળે છે અથવા વાળનો બોલ બની રહ્યો છે તો તે કોવિડને કારણે છે. સામાન્ય રીતે રોજ આપણા 100 જેટલા વાળ તૂટે છે. પરંતુ મોસમને કારણે વાળના તૂટવા સામાન્ય બાબત છે. પરંતુ જો 100 થી વધુ વાળ તૂટે છે, અથવા તો વારંવાર ઉતરે છે, અને વાળમાં ગાંઠ બની જાય છે, તો તે કોવિડ સંક્રમણને કારણે થાય છે. 


આ પણ વાંચો : ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો


કોરોના સંક્રમણના 3 થી 6 મહિના સુધી થાય છે હેરફોલ
કોવિડ સંક્રમણના બાદના 3 થી 6 મહિના સુધી તમારા વાળ ઉતરી શકે છે. એક્સપર્ટસના અનુસાર, સંક્રમણથી બચવા માટે આપણે જે દવાઓ લઈએ છીએ, તેને કારણે પણ વાળ ઉતરવાની સમસ્યા આવે છે. કોવિડને કારણે લોકોમાં દોમુંહે વાળની સમસ્યા પણ વધી ગઈ છે. 


આ પણ વાંચો : ‘ધારાસભ્યના દીકરાને કોઇ ફરિયાદ કરે તો તેને તડીપાર કરવાના? તમે રજવાડું ચલાવો છો?’
 
આવી રીતે રાખો વાળની કાળજી
જો તમારા વાળ વધુ ઉતરતા હોય તો કેમિકલયુક્ત ચીજોનો ઉપયોગ વધુ ન કરો. પેરાબીન, સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. બ્લો ડ્રાયરથી વાળ સૂકવવાથી બચો. વાળને નેચરલ રીતે સૂકવા દો. વાળ ઓળવા મોટા દાંતવાળા કાંસકાનો ઉપયોગ કરો. જો સ્કૈલ્પ ઓઈલી છે, તો હળવા હાથથી સ્કૈલ્પની મસાજ કરો. સ્ટીમથી ફાયદો પણ થશે. આ ઉપરાંત ગરમ પાણીમાં ટુવાલ પલાળીને તેને માથા પર લપેટી પણ શકો છો. તેનાથી બ્લડ સરક્યુલેશન વધશે.