ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલાનો અંદરથી આવો છે નજારો

ગુજરાતના ધોળકિયા પરિવારની કંપની હરે કૃષ્ણ ડાયમંડનું વાર્ષિક ટર્નઓવર 7000 છે. ધોળકિયા પરિવારે 185 કરોડમાં મુંબઈના આલિશાન વિસ્તારમા પ્રોપર્ટી ખરીદી   

Aug 3, 2021, 08:09 AM IST

ઝી મીડિયા/બ્યૂરો :સુરત (Surat) ના ડાયમંડ કિંગ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં અધધધ કરોડમાં આલિશાન બંગલો ખરીદ્યો છે. ધનશ્યામ ધોળકિયાએ મુંબઈ (mumbai) ના વરલીમાં સી ફેસિંગ બંગલો 185 કરોડમાં ખરીદ્યો છે. ઘનશ્યામ ધોળકિયા (ghanshyam dholakia) એ ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Savji Dholakia) ના ભાઈ છે. તેમજ હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. બંગલાના અંદરનો ભવ્ય નજારો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે 

1/9

એસ્સાર ગ્રૂપ પાસેથી ખરીદ્યો બંગલો

એસ્સાર ગ્રૂપ પાસેથી ખરીદ્યો બંગલો

19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 ફ્લોર આવેલા છે. 30 જુલાઈના રોજ થયેલ બંગલાના રજિસ્ટ્રેશન અનુસાર, આ બંગલો એસ્સાર ગ્રૂપ (Essar Group) ની કંપની આર્કય હોલ્ડિંગ્સ દ્વારા વેચવામાં આવ્યો છે. બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલુ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું. જેના અનુસાર, 1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડની લોન પેમેન્ટ પણ કરવામાં આવી હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 7 માળના બંગલામાં 15 એપાર્ટમેન્ટ છે. 

2/9

ખેડૂત પરિવારથી ડાયમંડ કિંગ સુધીની સફર

ખેડૂત પરિવારથી ડાયમંડ કિંગ સુધીની સફર

સૌરાષ્ટ્રના એક ગામના સામાન્ય ખેડૂતમાંથી શહેરના હીરા-ઉદ્યોગપતિ બનેલા ઘનશ્યામ ધોળકિયા

3/9

7 માળનો છે પનહાર બંગલો

7 માળનો છે પનહાર બંગલો

‘પનહાર’ બંગલામાં ગાર્ડન, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર છે. જે 7 માળમાં પથરાયેલું છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે અહીં 36 ભવ્ય બેડરૂમ છે.

4/9

ભગવાનની કૃપાથી આ શક્ય બન્યું

ભગવાનની કૃપાથી આ શક્ય બન્યું

આ ડીલ વિશે ઘનશ્યામ ધોળકિયાએ કહ્યું કે, ગત લાંબા સમયથી તેમનો પરિવાર અને કેટલાક સ્ટાફના સભ્યો આવા ઘરની શોધમાં હતા. અંતે તેમને મુંબઈમાં બિલ્ડીંગ પસંદ આવી હતી. જે તેમની ઓફિસથી એકદમ નજીક છે. ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે.

5/9

મુંબઈમાં પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા

મુંબઈમાં પહેલા ભાડાના મકાનમાં રહેતા હતા

ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે.

6/9

કર્મચારીઓને મોંઘીદાટ ગિફ્ટ આપવામાં પ્રખ્યાતમાં છે ધોળકિયા પરિવાર

કર્મચારીઓને મોંઘીદાટ ગિફ્ટ આપવામાં પ્રખ્યાતમાં છે ધોળકિયા પરિવાર

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ ધોળકિયા ફેમસ ડાયમંડ કિંગ (diamond king) સવજી ધોળકિયાના નાના ભાઈ છે. જેઓ દર વર્ષે પોતાના સ્ટાફને બોનસ તરીકે કાર, ફ્લેટ અને દાગીના જેવી કિંમતી વસ્તુઓ આપે છે. તેમની કંપની હરે કૃષ્ણ એક્સપોર્ટસનું વાર્ષિક ટર્નઓવર 7000 કરોડ છે. ધોળકિયા પરિવાર મૂળ અમરેલીનો વતની છે. 

7/9

8/9

9/9