Latest Corona Update: ગુજરાતમાં વધ્યા કોરોનાના કેસો, 3 દિવસમાં એક્ટીવ કેસ વધીને 40 પર પહોંચ્યા
Latest Corona Update Gujarat: રાજ્યમાં કોરોનાની એન્ટ્રીને 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ઓછા ટેસ્ટ, ઓછાં રસીકરણ વચ્ચે અમદાવાદ, વડોદરા, અમરેલી, અને રાજકોટમાં વધુ 8 કેસો નોંધાયા, લાંબા સમયે એક દર્દી ગંભીર..
Latest Corona Update Gujarat: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયાને પખવાડિયા પછી ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સાવ તળિયે પહોંચેલી આ મહામારીએ ફરી સળવળાટ દેખાડયો છે. ફેબુ્રઆરીમાં રાજ્યમાં દૈનિક નવા કેસો ૦ થઈ ગયા બાદ માર્ચના આરંભ સાથે કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે વડોદરામાં 3, અમદાવાદ 2, રાજકોટમાં 2, અમરેલી જિલ્લામાં 1 સહિત 8 નવા કેસો નોંધાયા છે. ત્રણ દિવસમાં એક્ટીવ કેસો 18થી વધીને આજે 40 ઉપર પહોંચી ગયા છે અને લાંબા સમય બાદ કોરોના થવાથી એક દર્દીને આજે વેન્ટીલેટર ઉપર પણ રાખવાની જરૂરિયાત સર્જાઈ છે.
વિશ્વમાં કોરોનાનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે પરંતુ, કોરોના ગયો નથી અને ભવિષ્યમાં જાય તેમ નથી તેવી શક્યતા તો અગાઉ વૈજ્ઞાાનિકોએ વ્યક્ત કરી દીધી છે. ગત તા. 30 જાન્યુઆરીથી 26 ફેબુ્રઆરી દરમિયાન 4 સપ્તાહમાં વિશ્વમાં 48 લાખ નવા કેસો નોંધાયા છે અને 39,000ના સત્તાવાર મૃત્યુ નોંધાયા છે. સરકારોએ નોંધ્યા મૂજબ કોરોનાએ ત્રણ વર્ષમાં વિશ્વમાં 76 કરોડ લોકોને કોરોના થયો છે અને 68 લાખથી વધુ લોકોના મૃત્યુ નોંધાયા છે. બીનસત્તાવાર આંક ત્રણ ગણો મનાય છે.
સરકારે તાજેતરમાં જણાવ્યા મૂજબ કોરોના થયા પછી લાંબા સમય સુધી 58 ટકાને વધુ પડતો થાક લાગવો, 44 ટકાને માથાનો દુખાવો, 27 ટકાને અધીરાઈ કે એકાગ્રતામાં મૂશ્કેલી, 24 ટકાને શ્વાસ લેવામાં મૂશ્કેલી ઉપરાંત લાંબા ગાળે સ્નાયુમાં દુખાવા જેવા લક્ષણો દેખાયા છે. એકંદરે કોરોના કે પછી હાલ વ્યાપક ફેલાયેલ ફ્લુ હવે જીવલેણ થતો નથી એ હકીકત છે પરંતુ, લાંબા સમય સુધી બિમાર પાડી શકે છે.
આ પણ વાંચો:
ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube