અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે amc દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશતા મુસાફરોનું હાઇવે ઉપર જ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી સરકારી-ખાનગી બસનું ચેકિંગ ચુસ્ત બનાવ્યું છે. ચેકીંગ માટે મુસાફરોની લાંબી લાઈન છે. કેટલાય મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તો બીજી તરફ, Amc દ્વારા amts સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. Amts ના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. જમાલપુર amts ટ્રેનિંગ સેન્ટર ખાતે ટેસ્ટીંગ શરૂ કરાયા છે. દરેક વિભાગના મળી 4000 કર્મીઓનો ટેસ્ટ કરાશે.



ઉલ્લેખનીય છે કે, સુરત અને અન્ય જિલ્લાઓમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. 



સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને amc દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર