• લોકો હેલ્પલાઈન પર સતત ફોન કરીને સવાલો કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી રોજ સરેરાશ 1200 થી વધુ ફોન આવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યાં છે


ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની બીજી લહેરથી લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તેથી હવે પોતાની સલામત રાખવા લોકો વેક્સીન તરફ વળ્યા છે. વેક્સીન લેવા માટે લોકો ઉત્સાહી થયા છે, પરંતુ બીજી તરફ વેક્સીનનું બુકિંગ મળી નથી રહ્યું. આવામાં લોકોના મનમાં વેક્સીનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. લોકો રસીકરણ કેન્દ્ર પર ફોન કરીને અજીબ અજીબ સવાલો કરી રહ્યાં છે. બે અલગ અલગ કંપનીની વેક્સીન લેવાય કે નહિ, બે વેક્સીનના ડોઝમાં કેટલું અંતર વગેરે અલગ અલગ પ્રકારના સવાલોની મૂંઝવણમાં લોકો ફસાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કોવેક્સિન (covaxin) અને કોવિશિલ્ડ (covishield) એમ બે પ્રકારની વેક્સીન આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સીનના બે ડોઝ વચ્ચેનુ અંતર 84 દિવસનું હોવુ જોઈએ. પરંતુ લોકો હેલ્પલાઈન પર સતત ફોન કરીને સવાલો કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી રોજ સરેરાશ 1200 થી વધુ ફોન આવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. 


આ પણ વાંચો : બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક કહેવાતા વ્હાઈટ ફંગસના દર્દી ગુજરાતમાં મળ્યા 


લોકોને સવાલ એ થઈ રહ્યાં છે કે, વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય તો બીજી કંપનીના ડોઝ લઈ શકાય. કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હોય તો ફરીથી કોવેક્સિનના ડોઝ લઈ શકાય કે નહિ તેવા સવાલો લોકોને થઈ રહ્યાં છે. હેલ્પલાઈન 1075 પર લોકો સતતા આ સવાલોનો મારો કરી રહ્યાં છે. 


આ પણ વાંચો : લગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારની ગાડીને ટ્રકે ટક્કર મારી, 4 સભ્યોના મોત


શું બીજી કંપનીની વેક્સીન લેવાય?
કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હોય તો ફરીથી કોવેક્સિનના ડોઝ લઈ શકાય કે નહિ તેવા સવાલ વિશે એક્સપર્ટસનું કહેવુ છે કે, એક કંપનીની વેક્સીન લીધી હોય તો બીજી કંપનીની વેક્સીન લેવાનો કોઈ ફાયદો નથી. પ્રથમ ડોઝ માણસના શરીરમાં જાય તો 70 ટકા એન્ટીબોડી જનરેટ થઈ જાય છે. બીજા ડોઝથી એન્ટીબોડી થોડુ વધી જતુ હોય છે. તેથી નવી કંપનીની વેક્સીન લેવાનો કોઈ ફાયદો નથી.