બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક કહેવાતા વ્હાઈટ ફંગસના દર્દી ગુજરાતમાં મળ્યા
Trending Photos
- એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા
- વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે
- વ્હાઈટ ફંગલ ઈન્ફેક્શન પણ કોવિડની જેમ વ્યક્તિના ફેફસા પર એટેક કરે છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના વાયરસની બીજી લહેર (Covid Second wave) માં ઘટાડો થવાથી માંડ રાહતનો શ્વાસ લેવા મળ્યો, ત્યાં હવે દેશના અનેક ભાગોમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસે તેજીથી કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં બ્લેક ફંગસ તેજીથી ફેલાઈ રહ્યું છે. તેના ઈન્ફેક્શનથી રાજ્ય સરકારોની ચિંતા વધી છે. ત્યાં હવે વ્હાઈટ ફંગસ (Candidiasis) ના કેસ પણ સામે આવી રહ્યાં છે. મેગા સિટી અમદાવાદમાં તેના કેસ જોવા મળ્યાં છે.
અમદાવાદ સિવિલમાં આવ્યા વ્હાઈટ ફંગસના 3 કેસ
બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ અમદાવાદમાં જોવા મળ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના ત્રણ કેસ સામે આવ્યા છે. આ એક કેન્ડીડા પ્રકારનો ફંગસ ડાયાબિટીસ ધરાવતા સ્વસ્થ વ્યક્તિને થઈ શકતો હોવાનો દાવો તબીબો દ્વારા કરાયો છે. વ્હાઈટ ફંગસ શરીરના અલગ અલગ ભાગ પર સંક્રમણ ફેલાવે છે. ઈન્જેકશન અથવા તો ટેબ્લેટના માધ્યમથી વ્હાઈટ ફંગસના દર્દીની સારવાર કરવામાં આવે છે. જોકે વ્હાઇટ ફંગસમાં અપાતા ઈન્જેકશન કે ટેબ્લેટની આડઅસર લીવર પર થતી હોય છે. વ્હાઈટ ફંગસની સારવાર લેતા વ્યક્તિના લીવર ટેસ્ટ સમયાંતરે કરાવવું હિતાવહ માનવામાં આવે છે.
વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક
કોવિડ રિકવર દર્દીઓમાં હવે વ્હાઈટ ફંગસનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવાય છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તબીબોનુ કહેવુ છે કે, વ્હાઈટ ફંગસ અને કોવિડ 19 માં અંતર કરવુ બહુ જ મુશ્કેલ છે. વ્હાઈટ ફંગલ ઈન્ફેક્શન પણ કોવિડની જેમ વ્યક્તિના ફેફસા પર એટેક કરે છે. વ્હાઈટ ફંગસથી ફેફસાના સંક્રમણથી સિસ્ટમ HRCT ટેસ્ટ (High-resolution computed tomography)કરવા પર કોરોના જેવો જ દેખાય છે. જેથી બંનેમાં અંતર સમજવુ મુશ્કેલ છે.
કેવા દર્દીઓને છે વ્હાઈટ ફંગસનો ખતરો
વ્હાઈટ ફંગસ અને બ્લેક ફંગસ થવાના કારણો એક જ છે. બ્લેક ફંગસ એ લોકોને પોતાના શિકાર બનાવે છે જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે અને જેઓ પહેલેથી જ સ્વાસ્થય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આવામાં જે લોકો એન્ટીબાયોટિક કે પછી સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે, તેઓ તેના ઝપેટમાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે