રાજેન્દ્ર ઠક્કર/ભુજ : દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અત્યારના સમયમાં પ્રાકૃતિક ખેતી અંગે લોકોને જાગૃતતા કેળવાય એવું હવે સૌને સમજમાં આવી રહ્યું છે. સરકાર પણ આ અંગે લોકોને આ પ્રાકૃતિક ખેતીમાં જોડાવા અંગેની અપીલો સેમિનારો વગેરે કરી રહી છે. ત્યારે કચ્છના ખેડૂતો પણ છેલ્લા દસ-બાર વર્ષ થી આ ખેતી કરી અને પોતે કઈ રીતે આગળ આવ્યા છે એવી વાત આજે Zee મીડિયા સામે કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vishwamangal ગૌરવ યાત્રા આજથી ૧૩ વર્ષ પહેલા શરૂઆત થયેલી ત્યારથી આ પ્રેરણા મળી અને ત્રણ દિવસની શિબિર બાદ આ પ્રાકૃતિક ખેતીની મહત્તા સમજીને અમે આ ખેતી શરૂ કરી છે. શરૂઆતના સમયે અમને થોડીક તકલીફ પડી પરંતુ ખર્ચ ના હોવાના કારણે અમને આર્થિક રીતે થોડોક સંઘર્ષ કરવો પડ્યો પણ એના ફળ બહુ જ મીઠા મળ્યા છે. ૧૦૦ ટકા પાક લીધો છે અને પૂરેપૂરી અમને સફળતા મળી છે. કોઇપણ પાક એવો નથી કે જે અમે અહીં પ્રાકૃતિક ખેતીની અંદર તેનું લાભ લીધો હોય. ઘઉં બાજરો મગ સહિતના ચણા ડુંગળી લસણ બાજરો 60 વરસ જુનો કાનપુરી બાજરો પોતે ઉઘાડી અને પોતે વેચાણ કરીએ છીએ. 


JETPUR માં સ્માર્ટ ચોર દ્વારા 21 લાખની એવી ઉઠાંતરી કે પોલીસ પણ વિચારતી થઇ ગઇ


અમે પોતે જ ચાર પાંચ ગાય રાખેલી છે જેમાંથી ખાતર કે જીવામૃત તરીકે પોતે જ બધું બનાવીએ છીએ અને જમીનને આપીએ છીએ. પરિણામે આ જમીન પણ સજીવ છે ડીએપી હોય કે યુરિયા દેશી પદ્ધતિ થી અમે પોતે ખાતર સિંચન કરતા હોઇ એ અને અમે છેલ્લા ૨૫ વર્ષથી ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ વડે ખેતી કરીએ છીએ. જેથી ઓછા અને પૂરતા પાણીએ આ ખેતી કરી રહ્યા છીએ. રાસાયણિક ખાતર જમીન ને આપીએ તો એ આપણને જેમ કેમિકલવાળી વસ્તુઓ શરીરને પાચન નથી થતી તેવી જ રીતે જમીનને પણ આ પાચન થતું નથી. 


જમીન છેવટે નપુસંક થઈ જાય છે પરિણામે જે પણ પાક જેવું લાગે છે તે કેમિકલ યુક્ત હોય અંતે તે તો નુકશાન કરે છે. કેમિકલવાળા ખાતરથી જમીનનો જે તત્વ છે એ નીકળી જાય છે જ્યારે ગાય આધારિત ખેતી ના કારણે જમીન સજીવ રહે છે તો હું ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે જમીન પાસેથી ફક્ત આપણે વાવેતર કરી અને લેવાને બદલે જમીન ને કંઇક પણ આપવું પડે. જો આપણે ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીએ તો જમીનને તેની ફળદ્રુપતા ટકાવવા માટે બળ મળી રહે છે. અમે કોઈ જ બહારથી ખાતર લેતા જ નથી અમે કોઈ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો પોતાના પેટ્રોલ ગાડી ખર્ચીને નિઃશુલ્ક અને તેના સ્થળ ઉપર યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. 


સુંવાળા સવાણી બાદ હવે ઇસુદાનનો ધડાકો! ફેસબુક પર કહ્યું હું આમ આદમી પાર્ટીમાં નથી


ખેડૂત જો આ પ્રાકૃતિક ખેતી તરફ જો નહીં વળે તો દસ વર્ષ પછી તો કંઈ જ રહેશે જ નહીં એટલે બધા ખેડૂત મિત્રોને વિનંતી સાથે અપીલ કરી હતી કે પ્રાકૃતિક ખેતી જ આપણો એક સારો વિકલ્પ છે. છેલ્લા ૧૩ વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ જેમાં ક્યારે પણ અમને નુકસાની ગઈ નથી ગાયો માટે પણ અમે ખાણ અમારી વાડી માંથી બનાવેલું વાપરીએ છીએ અને તેમણે ગાયો માટે જે ખાણ જે ખવડાવે છે એની પણ વાત કરી હતી કોડકી માં 5 એકર ઓર્ગેનિક ખેતી છે જ્યારે અન્ય ૧૦૦ એકર જેટલી જમીન નરા હાજીપીર પાસે પણ છે અને ત્યાં પણ આજ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ.


પ્રાકૃતિક ખેતી કરવાને લીધે અહીંના જમીનમાં અતિવૃષ્ટિ વાવાઝોડું કે અન્ય કોઈ વાતની તકલીફ પડતી નથી. 15 ઇંચ જેટલો વરસાદ પડ્યા પછી પણ ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરી જાય છે એટલે એક દમ પોલાણ વાળી જમીન હોવાથી તેમાં રસ પણ જળવાઈ રહે છે અમે અન્ય ખેડૂતોને પણ આ જ અપીલ કરીએ છીએ અને સરકાર પણ આ અંગે જો યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે તો ખેડૂતો માટે અને આમ જનતા માટે પણ ઓરીજનલ પાક મળી શકે. તો આવી જ રીતે તેમનો પરિવાર પણ એમના સાથે આ ખેતીમાં જોડાયેલો છે અને આવી જ રીતે પ્રાકૃતિક ખેતી માટે તનતોડ મહેનત કરે છે અને પોતાનો વારસો સાચવી રાખે કેવી રીતે પ્રાકૃતિક ખેતી અંગે યુવા ખેડુતોની અપીલ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube