સુંવાળા સવાણી બાદ હવે ઇસુદાનનો ધડાકો! ફેસબુક પર કહ્યું હું આમ આદમી પાર્ટીમાં નથી

આમ આદમી પાર્ટીમાં જાણે રાજીનામાની સિઝન ચાલી રહી હોય તેમ ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે, સવાણી અને વિજય સુંવાળા બાદ ઇસુદાન ગઢવીએ પણ ફેસબુક પોસ્ટ કરી હતી, આ પોસ્ટ હાલ ચર્ચાનું કેન્દ્ર છે. 

સુંવાળા સવાણી બાદ હવે ઇસુદાનનો ધડાકો! ફેસબુક પર કહ્યું હું આમ આદમી પાર્ટીમાં નથી

અમદાવાદ : ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઇ ચુકી છે. આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક ત્રણ મોટી વિકેટ પડવાને કારણે આપની સ્થિતિ વિકટ બની છે. વિજય સુંવાળા બાદ નિલમ બેન વ્યાસ અને આખરે દિગ્ગજ ઉદ્યોગપતિ અને મહેશ સવાણીએ પણ રાજીનામું ધરી દીધું હતું. જેના કારણે હાલ આપ પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી. અત્રે નોંધનીય છે કે, આપમાં એક પછી એક રાજીનામાને કારણે હાલ ગુજરાતની રાજનીતિ ગરમાઇ ચુકી છે. 

જો કે એક પછી રાજીનામાઓનાં દોર વચ્ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ કરીને લખ્યું હતું કે, હું આપમાં નથી પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તે પક્ષમાં અસંતોષ હોવાનાં કારણે નથી ગયા પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાને રાખીને જ તેઓ ગયા છે. અત્રે નોંધનીય છે કે, આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્સાહ થઇ ચુક્યાં છે. 

ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાઇ ગયા છે તેની ગણત્રીના કલાકોમાં જ મહેશ સવાણીએ પણ આપમાંથી રાજીનામું ધરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપમાંથી નિલમબેન વ્યાસ પણ આજે સવારે જ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા. આપમાંથી મહત્વની ત્રણ મોટી વિકેટો ખરી જવાનાં કારણે હાલ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. એક પછી એક દિગ્ગજોનાં રાજીનામાને કારણે હાલમાં તો આપના ઉચ્ચપદસ્થ નેતાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. મહેશ સવાણી દ્વારા હાલ રાજીનામું ધરી દેવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news