ઝી બ્યુરો/જૂનાગઢ: જિલ્લાના માણાવદરના CPI તરલ ભટ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તરલ ભટ્ટ વિરૂધ્ધ ગઈ કાલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોંગ્રેસ એક્શનમાં! લોકસભાની 2 બેઠક માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા


રેન્જ આઈ જી નિલેશ જાજડીયા દ્વારા આ મામલે પ્રતિક્રિયા અપાઈ હતી કે કેરળ રાજ્યના અરજદાર કાર્તિક ભંડારીની રજુઆત બાદ SOG મા એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી. જેમાં ખાતાઓ ફ્રીઝ કરવા મામલે PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાની દ્વારા મોટી રકમની માંગ કરાઇ હતી. જેમાં યેન કેન પ્રકારે CPI તરલ ભટ્ટે મદદ કરી હોવાનું જણાતા તાત્કાલિક પગલા લેવાયા હતા. જે અંતર્ગત જુનાગઢ રેન્જ આઈ જી પી કચેરીના PI એસ એન ગોહિલ દ્વારા બી ડિવિઝનમા ફરિયાદ નોંધાવાઈ હતી. તરલ ભટ્ટની મદદથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.


ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલનો નવો વરતારો


તરલ ભટ્ટ ટ્વિકનિકલી બાબતમાં માસ્ટર માઈન્ડ હોવાનું કહેવામાં આવે છે. પૂર્વે અમદાવાદમા આ જ પ્રકારના કેસમાં અમદવાદમા પણ વિવાદમાં આવ્યા હતા. 8 મહિના પૂર્વે તેમની અમદાવાદથી માણાવદર ખાતે બદલી થઇ હતી. તેમનો પરિવાર અમદવાદ જ સ્થાઈ હતો. હાલ સમગ્ર મામલે ATS ને તપાસ સોંપાઈ છે.


મઝા લેવી ભારે પડી! હવા ખાવાના ચક્કરમાં આ ભાઈ એ એવી જગ્યાએ માથું નાંખ્યું કે...VIDEO


મહત્વનું છે કે SOG PI ગોહિલ અને ASI જાની પૂર્વેથી જ આ મામલે સસ્પેન્ડ કરાયા છે. બી ડિવિઝનમાં ગેરકાયદેસર મંડળી રચવા બાબત સહીત IPC કલમ 167, 467 મુજબ ગુન્હો દાખલ કરાયો છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


બોલિવુડના સિતારાઓને આવકારવા ગુજરાત તૈયાર; ગીફ્ટસીટીમાં કેવું છે ફિલ્મફેરનું આયોજન?