Surat News ગાંધીનગર : હાલ ભાજપ સંગઠન લોકસભાની તૈયારીઓ કરી રહ્યું છે, તે વચ્ચે એક પાટીલે એકાએક ગુજરાતના 8 મહાનગરપાલિકાઓના પધારિકારીઓ અને ધારાસભ્યોની એક બેઠક યોજી હતી. જેમાં પાટીલે ગૃહમંત્રી અમિત શાહના ખાસ ગણાતા નેતાને બધાની વચ્ચે ખખડાવ્યા હતા. આ નેતા છે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે બુધવારે એકાએક આઠ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ તથા ધારાસભ્યોની એક બેઠક યોજી હતી. આ બેઠક સુરત શહેરમાં આયોજિત કરાઈ હતી. જેનો હેતુ મહાનગરોમાં લાંબા સમયથી શાસન કરી રહેલા ભાજપના શાસકોએ હાથ ધરેલા આઇકોનિક, જનહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના કોન્સેપ્ટનું એક રીતે આદાન પ્રદાન એટલે કે ‘બેસ્ટ પ્રેક્ટિસ શેરિંગ’ કરવાનો હતો. બેઠકમાં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનો વારો આવ્યો, ત્યારે તેઓ શહેરમાં હાથ ધરાયેલા અને ધરાનારા કેટલાક પ્રોજેક્ટ્સની વિગતો આપી રહ્યા હતા. ત્યારે ભાજપ પ્રમુખ પાટીલે એમને અધવચ્ચે અટકાવીને કહ્યું કે, હિતેશભાઇ... આ બધા કામો તો કોર્પોરેશને કરવાના જ હોય, નવું એવું શું કામ કે પ્રોજેક્ટ કરી રહ્યા છે તે કહો.


પાટીદારોએ બંધ કરી ‘કવર’ પ્રથા : આટલા પ્રસંગોમાં હવે નહિ થાય રૂપિયાનો વહેવાર


હિતેશ બારોટ વિશે આ શબ્દો ઉચ્ચારાયેલા જોઈને ત્યા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. પાટીલે હિતેશ બારોટને ખખડાવતા આગળ કહ્યુ હતું કે, મહાનગરો ગુજરાત મોડેલને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર પ્રોજેક્ટ કરતા હોય છે, ત્યારે સુરતની જેમ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા મહાનગરોએ ખાસ કામ કરવું જોઇએ. મહાનગરોમાં રસ્તા, ગટર પાણી તો આપવાના હોય, પણ દબાણ મુક્ત રોડ, ગેરકાયદે બાંધકામોને દૂર કરવા જેવી કામગીરી અસરકારક તો થવી જોઇએ. એની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચાય એવા પ્રોજેક્ટ્સ પણ કરવા જોઈએ. 


ધોરણ-10ના પરિણામમાં સુરતીઓએ બાજી મારી, જુડવા ભાઈઓનું પરિણામ પણ એકસરખું


આમ, સીઆર પાટીલે આ બેઠકમાં સુરત પાલિકાની કામગીરીના આડકતરી રીતે ગુણગાન ગાયા હતા. જે તેમની હોમ પીચ છે. પરંતુ બીજી તરફ, અમિત શાહના ખાસ લિસ્ટમાં સામેલ હિતેશ બારોટને ખખડાવતા સૌ સોપો પડી ગયા હતા. જ્યારે મહાનગરોના પદાધિકારીઓએ સૌ પોતપોતાની વાતો મૂકી હતી. અમદાવાદનો વારો આવ્યો ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ માહિતી આપી રહ્યા હતા, ત્યારે પ્રમુખ પાટીલે એમને અટકાવીને કહ્યું કે, નવું કામ શું હથ ધર્યું છે આ તો કોર્પોરેશન દ્વારા કરવાના ધ્યેય છે.


પટેલ પરિવારમાં મોટી દીકરીના લગ્ન પહેલા માતા અને બે બહેનો થઈ ગુમ, લગ્ન અટકી પડ્યા