પાટીદારોએ બંધ કરી ‘કવર’ પ્રથા : આટલા પ્રસંગોમાં હવે નહિ થાય રૂપિયાનો વહેવાર
Patidar Samaj પ્રેમલ ત્રિવેદી/પાટણ : સામાજિક પ્રસંગોમાં પ્રવેશી ગયેલા કુરિવાજો અને દેખાદેખીને અટકાવવા માટે ઉત્તર ગુજરાતના 53 ગામનો પાટીદાર સમાજ એક મોટી પહેલ કરવા જઈ રહ્યો છે. નાબૂદ કરવા માટેના રિવાજોની યાદી સાથે મહિલાઓ એક સંમેલન યોજવા જઈ રહી છે, જેનાથી સમાજને ઘણી અપેક્ષાઓ બંધાઈ છે. લગ્ન, જન્મ અને મરણ પ્રસંગે આજે પણ ઘણા કુરિવાજોનું લોકો કારણ વિના પાલન કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ પશ્વિમના રિવાજો અને ફિલ્મી દુનિયાની દેખાદેખીમાં નવી બાબતો રિવાજ તરીકે ઉમેરાઈ રહી છે. પછી તે પ્રિ વેડિંગ ફોટો શૂટ હોય, કે બેબી શાવરના પ્રસંગ, લગ્નના રિસેપ્શન હોય કે ડીજેનો ઉપયોગ. લોકો અવિચારી રીતે દૂષણોને આગળ ધપાવી રહ્યા છે. ધનિક પરિવારોને તો કોઈ વાંધો નથી આવતો, પણ સામાન્ય પરિવારો આર્થિક રીતે પડી ભાંગે છે.
આ સામાજિક કુરિવાજો અને દૂષણોને દૂર કરવા ઉત્તર ગુજરાતા 53 ગામના લેઉઆ પાટીદાર સમાજની મહિલાઓ આગળ આવી છે. જેમાં પાટણના 38 અને મહેસાણા 15 ગામોનો સમાવેશ થાય છે. આગામી 28મી મેના રોજ ઉત્તર ગુજરાતની ત્રણ હજારથી વધુ મહિલાઓ પાટણમાં એક સંમેલન યોજીને આ કુરિવાજોની નાબુદી માટેના શપથ લેશે. મહાસંમેલન પહેલા મહિલાઓ પોતપોતાના ગામમાં બેઠકો પણ યોજી રહી છે.
મહિલા સંગઠન અગ્રણી મધુબેન પટેલ અને અનિતાબેન પટેલે જણાવ્યું કે, ખોટા અને બિનજરૂરી ખર્ચ રોકીને મધ્યમ અને ગરીબ પરિવારોનું માન સન્માન અને પ્રતિષ્ઠા જળવાય તે સુનિશ્વિત કરવા પાટીદાર સમાજની મહિલાઓ મેદાનમાં ઉતરી છે. જે રિવાજોને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે, તેમાં મોટાભાગના નાણાકીય ખર્ચ પર આધારિત છે.
53 ગામના લેઉઆ પાટીદાર સમાજની મહિલાઓએ લગ્ન પ્રસંગોમાંથી જે દૂષણો અને કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લીધો છે, તેમાં રીસેપ્શન સમયે કવર લેવાનું અને આપવાનું બંધ કરવાનો, પ્રિ વેડિંગ ફોટોશૂટ બંધ કરવાનો, સગાઈ વખતે લાગ આપવાનું અને લેવાનું બંધ કરવાનો તેમજ વરઘોડા કે લગ્નમાં ફટાકડા ફોડવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
અન્ય પ્રસંગો માટેની યાદી પર નજર કરીએ તો, સીમંત, બાબરી અને હવન વખતે કવર લેવાનું અને આપવાનું બંધ કરવાનો સમાવેશ થાય છે. સંતાનના જન્મ સમયે તેમજ હોળી નિમિત્ત પૈસા આપવા તેમજ લેવા પર તેમજ બેસતા વર્ષના દિવસે પૈસાની લેવડ-દેવડ બંધ કરવા પણ શપથ લેવાશે.
મરણ પ્રસંગોમાં પણ અનેક કુરિવાજો પ્રવર્તે છે, ત્યારે આવા પ્રસંગોમાં કવર આપવાનું, ધોતિયાના કવર બંધ કરવાનો અને વીંટી આપવા તેમજ લેવાનું બંધ કરવામાં આવશે. કુરિવાજોની નાબૂદી માટે પાટીદાર સમાજની મહિલાઓની પહેલને સામાજિક, રાજકીય આગેવાનો તેમજ યુવા પેઢી પણ આવકારી રહી છે. પાટીદાર સમાજની મહિલાઓનો હેતુ સામાજિક પ્રસંગોને તેમના મૂળ સ્વરૂપમાં મનાવવાનો છે. જેથી કોઈના પર બિનજરૂરી સામાજિક અને આર્થિક દબાણ ન આવે. આ પ્રકારની પહેલ દરેક સમાજમાં થવી જરૂરી છે.
મધ્યમ અને ગરીબ પરિવારોનું માન સન્માન અને પ્રતિષ્ઠા જળવાય તે સુનિશ્વિત કરવા પાટીદાર સમાજની મહિલાઓ મેદાનમાં ઉતરી છે. જે રિવાજોને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે, તેમાં મોટાભાગના નાણાકીય ખર્ચ પર આધારિત છે. 53 ગામના લેઉઆ પાટીદાર સમાજની મહિલાઓએ લગ્ન પ્રસંગોમાંથી જે દૂષણો અને કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લીધો છે,તેમાં રીસેપ્શન સમયે કવર લેવાનું અને આપવાનું બંધ કરવાનો, પ્રિ વેડિંગ ફોટોશૂટ બંધ કરવાનો, સગાઈ વખતે લાગ આપવાનું અને લેવાનું બંધ કરવાનો તેમજ વરઘોડા કે લગ્નમાં ફટાકડા ફોડવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
અન્ય પ્રસંગો માટેની યાદી પર નજર કરીએ તો, સીમંત, બાબરી અને હવન વખતે કવર લેવાનું અને આપવાનું બંધ કરવાનો સમાવેશ થાય છે. સંતાનના જન્મ સમયે તેમજ હોળી નિમિત્ત પૈસા આપવા તેમજ લેવા પર તેમજ બેસતા વર્ષના દિવસે પૈસાની લેવડ-દેવડ બંધ કરવા પણ શપથ લેવાશે.
મરણ પ્રસંગોમાં પણ અનેક કુરિવાજો પ્રવર્તે છે, ત્યારે આવા પ્રસંગોમાં કવર આપવાનું, ધોતિયાના કવર બંધ કરવાનો અને વીંટી આપવા તેમજ લેવાનું બંધ કરવામાં આવશે. કુરિવાજોની નાબૂદી માટે પાટીદાર સમાજની મહિલાઓની પહેલને સામાજિક, રાજકીય આગેવાનો તેમજ યુવા પેઢી પણ આવકારી રહી છે.
પાટીદાર સમાજની મહિલાઓનો હેતુ સામાજિક પ્રસંગોને તેમના મૂળ સ્વરૂપમાં મનાવવાનો છે. જેથી કોઈના પર બિનજરૂરી સામાજિક અને આર્થિક દબાણ ન આવે. આ પ્રકારની પહેલ દરેક સમાજમાં થવી જરૂરી છે.
Trending Photos