‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા....’ પાટીલની રાજકોટમાં સીધી વાત
સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે
બ્રિજેશ દોશી/રક્ષિત પંડ્યા/રાજકોટ :ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil) હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળતા જ તેઓએ અનેક નવા નિયમો બનાવ્યા, નવી રણનીતિ બનાવી છે. ત્યારે આજે રાજકોટના પ્રવાસ દરમિયાન તેઓએ મોટુ નિવેદન આપ્યું છે. પત્રકાર પરિષદમાં સંબોધતા સીઆર પાટીલે દાવો કર્યો કે, દરેક બેઠક માટે અલગ રણનીતિ સાથે આગળ વધીશું. ઓછામાં ઓછી 25 હજારની લીડથી જીતવાનો લક્ષ્યાંક રહેશે. કાર્યકરોને પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ જૂથમાં ના રહેવું. હવેથી ફક્ત મેરિટના આધારે જ કાર્યકરોને પદ, હોદ્દો કે ટિકીટ મળશે.
અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....
વિજય રૂપાણીના ગઢમાં પાટીલની કાર્યકર્તાઓને સીધી વાત...
રાજકોટ ભાજપના નિષ્ક્રિય કાર્યકરો અને નેતાઓને સીઆર પાટીલે ટકોર કરીને ‘ચૂંટણીમાં ટિકિટ મળી જશે..’ તેવા ભ્રમમાં ન રહેવા ચીમકી આપી છે... સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, તમને એવું થાય કે અમારા વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે એટલે અમને તો તરત કહીં દેશે કે આનો ટિકિટ લઈ જાઓ, એટલે અમારું બુથ જો માયનસ હશે તો પણ ટિકિટ મળી જશે. એવા ભ્રમમાં રહેતા નહીં. વધુમાં પાટીલે કહ્યું કે, રૂપાણી સાહેબે જ મને એવું કહ્યું છે કે બુથ માયનસ હોય તેમને ટિકિટ આપવાની જ નહિ. હવે તમે બૂથમાં છેલ્લા 4 ઈલેક્શનમાં કેટલા મત મળેલા તે પણ ચેક કરી લેજો અને તો જ ટિકિટની તૈયારી કરજો નહીંતર ખોટી મહેનત કરતા નહીં.
માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી
મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ
25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે