અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....

કાનુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર બીજા ક્રમાંકના મહિલા બન્યા છે. કાનુબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું 

Updated By: Aug 21, 2020, 09:23 AM IST
અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી....

અલ્કેશ રાવ/બનાસકાંઠા :કેમેરાની સામે દેખાઈ રહેલી આ મહિલા ભલે અભણ હોય પરંતુ તેની કમાઈ કેટલી છે તે તમે સાંભળશો તો દંગ રહી જશો. સાધારણ દેખાવાવાળા કાનુંબેન ચૌધરી પોતાની મહેનતને કારણે મહિને હજારો નહિ લાખો કમાઈ રહ્યાં છે. કલાસ વન અધિકારી કરતા પણ આ અભણ મહિલાની આવક અનેકો ગણી છે. તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાની વાર્ષિક આવક 73 લાખથી વધુ છે. જેના કારણે કાનુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર બીજા ક્રમાંકના મહિલા બન્યા છે. કાનુબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામાં રહેવાવાળી અભણ મહિલા કાનૂબેને પોતાની મહનેતથી નામ અને દામ બંને કમાઈ રહી છે. થોડા વર્ષો પહેલા કાનૂબેને 10 પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું અને પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા. પશુપાલનના વ્યવસાયમાં કમાણી વધતા કાનુબેને ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી. હાલ તેમની પાસે નાના મોટા થઈને 100 જેટલા પશુઓ છે. અભણ કાનુબેન હવે દૂધ દોહવા માટે ટેકનોલોજીનો સહારો લેતા થઈ ગયા છે. તેઓ રોજનું એક હજાર લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. જેના થકી તેવો વાર્ષિક 73 લાખ જેટલી રકમ મેળવે છે. 

મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ

કાનુબેન અને તેમનો આખો પરિવાર પશુઓની ખૂબ જ સારસંભાળ લેતા હોય છે. જાતે જ પશુઓ માટે ખેતરમાંથી ચારો વાઢે છે, પશુઓને નવરાવે છે, પશુઓને ખાણ આપવાનું કામ હોય કે તેમને દોહવાનું કામ... બધુ જ જાતે કરે છે. ગાય ભેંસોને ગરમી ન લાગે તે માટે તેમને પોતાના તબેલામાં પંખા અને કુલિંગ ફુવારા પણ લગાવ્યા છે. તેમજ પશુઓને દોહવા માટે ઓટોમેટિક મશીનો પણ લગાવ્યા છે. પશુઓના દરેક કામમાં તેમને તેમના ઘરના સભ્યો અને મજૂરો પણ મદદ કરે છે. કાનુંબેનનો પુત્ર તેમની માતાની પ્રગતિથી ખૂબ જ ખુશ છે અને કહે છે કે, પહેલા અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી. પરંતુ મારી માતા દ્વારા પશુપાલનનો વ્યવસાય કરતા અમારા ઘરની હાલત ખૂબ જ સુધરી છે. પશુપાલનના વ્યવસાય થકી અમે જમીનો અને અન્ય મિલકતો પણ વસાવી છે. મારી માતાએ પશુપાલન થકી અમારા પરિવારનું નામ રોશન કર્યું છે.

આ વર્ષે કાનુબેન બનાસ ડેરીના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. પરંતુ 2016-17માં તેઓ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. તેઓને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ પણ મળ્યો હતો. તે વર્ષે તેઓને રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ એવોર્ડ અપાયો હતો. તો NDDB દ્વારા ઓલ ઇન્ડિયામાં મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપી નવાજવામાં આવ્યા છે કાનુંબેને પોતાની ધગશ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વિશે કાનુંબેનનું કહેવું છે કે, આ કામમાં કોઈ જ મુશ્કેલી નથી. જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં ઝંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ.પહેલા મારી પાસે 10 પશુઓ હતા. મેં ધીરે ધીરે પશુઓ વધાર્યા, હાલ મારી પાસે 100 પશુઓ છે અને હું રોજનું એક હજાર લીટર દૂધ ભરાવું છે અને વાર્ષિક 73 લાખ જેટલા રૂપિયા કમાવું છું.  

માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી

કાનુંબેન રોજ સવાર સાંજ પોતાના પશુઓને દોઈને તેમનું દૂધ કેનોમાં ભરીને જાતેજ જીપ ડાલામાં બેસીને દૂધ ભરાવવા માટે પોતાના ગામમાં આવેલી દૂધ મંડળીમાં જાય છે. જોકે પહેલા તેમને દૂધ ભરાવવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું હતું. પરંતુ કાનુંબેન દ્વારા પશુપાલનનો વ્યવસ્થા કરી વધારે દૂધ ઉત્પાદન કરાતા તેમના ખેતર નજીક જ બનાસડેરી દ્વારા નવી દૂધ મંડળી ખોલી આપવામાં આવી છે. જેના કારણે તે વિસ્તારમાં રહેતા 100 થી વધુ પશુપાલકોને તેનો સીધો ફાયદો થયો છે. તેઓને હવે દૂધ ભરાવવા દૂર નથી જવું પડતું. જોકે મંડળીમાં દૂધ ભરાવનાર આવતા લોકોનું કહેવું છે કે, કાનુંબેનના કારણે તેમને મોટો ફાયદો થયો છે અને કાનુબેનને જોઈને અન્ય મહિલાઓ પણ હવે પશુપાલનના વ્યવસાય તરફ વળી છે.

રૂપિયા અને નામ કમાવવા માટે મોટી ડિગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં રહેતી કાનુબેન ચૌધરી જેવી અભણ મહિલાએ ખોટી સાબિત કરી છે. મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બનાવી શકે છે. કાનુબેન ચૌધરીની મહેનતના કારણે સમગ્ર બનાસકાંઠાવાસીઓ ગર્વ અનુભવી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કાનુબેન હવે વધારે પશુઓ રાખીને વધારે પ્રગતિ કરાવાની ઈચ્છા સેવી રહ્યાં છે.

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી 

પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી 

ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...

સુધારા પર છે ભરતસિંહ સોલંકીની તબિયત, સીમ્સ હોસ્પિટલે આપ્યા લેટેસ્ટ અપડેટ  

સ્વચ્છતામાં સુરતની હરણફાળ છલાંગ, ગત વર્ષે 14 નંબરથી 2 નંબર પર પહોંચ્યું   

કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મોટો ખુલાસો.... 

ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે