VADODARA માં 108 દિવ્યાંગ યુવક યુવતીઓના સમુહ લગ્નનું આયોજન, સી.આર પાટીલ રહ્યા હાજર
રાજેશ આયરે, ભાજપાનાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક ૧૦૮ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. વડોદરા શહેરનાં વોર્ડ નંબર ૯નાં પૂર્વ કોર્પોરેટર તથા વડોદરા શહેર ભાજપાનાં કારોબારી સભ્ય રાજેશ આયરે અને શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી વડોદરા શહેરમાં સામાજિક કાર્યો કરે છે. જેમાં તેઓએ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદોની તથા દિવ્યાંગ ભાઈ-બહેનોની હંમેશા મદદ કરવામાં આવે છે.
વડોદરા : રાજેશ આયરે, ભાજપાનાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક ૧૦૮ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. વડોદરા શહેરનાં વોર્ડ નંબર ૯નાં પૂર્વ કોર્પોરેટર તથા વડોદરા શહેર ભાજપાનાં કારોબારી સભ્ય રાજેશ આયરે અને શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી વડોદરા શહેરમાં સામાજિક કાર્યો કરે છે. જેમાં તેઓએ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદોની તથા દિવ્યાંગ ભાઈ-બહેનોની હંમેશા મદદ કરવામાં આવે છે.
GUJARAT CORONA UPDATE: 68 નવા કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજેશ આયરે અને સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી દિવ્યાંગ યુવક-યુવતીઓ માટે ગરબા અને સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે, ભાજપાનાં યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ વર્ષ પહેલાં માત્ર ચાર દિવ્યાંગ યુગલના સમુહ લગ્નથી શરૂ કરેલા સેવાયજ્ઞમાં આ વર્ષે ૧૦૮ દિવ્યાંગ યુવક-યુવતીઓ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ૧૦૮ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ પૂર્વે વડોદરા શહેરનાં સુભાનપુરા વિસ્તારમા માંથી વરઘોડા નિકાળવામાં આવ્યો હતો.
VADODARA કોર્પોરેશન રેઢિયાળપણું, ચોમાસા પહેલા સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા
આ પ્રસંગે પ્રખ્યાત ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંનાં કલાકારો કોમલ ભાભી, પીંકુ, સોઢી અને અબ્દુલ ચાચા પણ જોડાઇ વરઘોડાની શોભા વધારી હતી. વડોદરા શહેરનાં નગરજનો તથા સ્થાનિકો મોટી સંખ્યામાં આ વરઘોડામાં જોડાયા હતા. અને દિવ્યાંગોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ વરરાજાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, સહિત ભાજપ સંગઠન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
SURAT માં 4 શંકાસ્પદ બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ, પોલીસને ઉલ્લુ બનાવી ફરાર થઇ પછી...
ભાજપાનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મંચ ઉપરથી સંબોધન કરતા ૧૦૮ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવને ઐતિહાસિક ગણાવ્યો હતો. સાથે જ આગામી ૧૮મી તારીખનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવાનાં છે. તેવી જાહેરાત પણ કરી હતી. પેજ સમિતિનાં કાર્યકરો અને સ્ભ્યોની આ પ્રકારે પણ મદદ લઇ શકાય તે રાજેશ આયરે પાસેથી સીખવા જેવું છે. તેમ જણાવ્યું હતું. તેઓએ સમગ્ર કાર્યક્રમનાં સફળ આયોજન બદલ રાજેશ આયરે અને શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેઓની સમગ્ર ટીમને અભિનન્દન પાઠવ્યા હતા. અંતે તેઓએ દિવ્યાંગોને લગ્નજીવનની નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube