હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે (cr patil) પોતાનો પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. વિજય મુહૂર્તમાં તેઓ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. લાંબા સમયથી ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની વિચારણા ચાલી રહી હતી, ત્યારે સીઆર પાટીલને તેમાં સ્થાન મળ્યું છે. આમ, ગાંધીનગરમાં સુરતનું સ્થાન મજબૂત બન્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી.આર.પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલ આ સાથે ભાજપના 13મા નવા પ્રમુખ બન્યા છે. વિધિવત રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો. વિજય મુહૂર્તમાં શ્રીફળ અને ફુલ આપીને તેઓએ પદભાર સંભાળ્યો હતો. તો સાથે જ નવા પ્રમુખનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. 


વડોદરા : લાલબાગ બ્રિજની નીચે ભરાયેલા ફૂલ બજારમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યાં 


ફુલથી સીઆર પાટીલનું કમલમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોરોના મહામારીથી બચવા શક્યત પ્રયાસો કરાયા હતા. પહેલીવાર કોઈ બિનગુજરાતી પ્રદેશ ભાજપ અધ્યક્ષનું પદ મળ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે, ત્યારે મોટી સંખ્યામાં સીઆર પાટીલના ટેકેદારો કમલમમાં પહોંચ્યા હતા. કોન્સ્ટેબલથી પ્રદેશ અધ્યક્ષ સુધીની તેમની આ સફર મોટી રહી છે. જીતુ વાઘાણીની સાથે તેઓ કમલમ પહોંચ્યા હતા.  


[[{"fid":"273376","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"CR_Patil_family_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"CR_Patil_family_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"CR_Patil_family_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"CR_Patil_family_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"CR_Patil_family_zee.jpg","title":"CR_Patil_family_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


(સીઆર પાટીલનો પરિવાર પણ કમલમ પહોંચ્યો હતો)


ભાજપના નવા પ્રમુખના પદભાર ગ્રહણ કરતા પહેલા ભાજપનું કાર્યાલય શણગારવામાં આવ્યું છે. લાંબા સમય બાદ કમલમ પર રોનક જોવા મળી હતી. પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકરો પદગ્રહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પોતાની ગાડીમાં સી.આર.પાટીલ ને લેવા માટે સર્કિટ હાઉસ આવ્યા હતા. સી આર પાટીલને સર્કિટ હાઉસ થી પોતાની ગાડીમાં લઈને કમલમ જવા નીકળ્યા હતા. પદભાર કાર્યક્રમમાં કમલમ ખાતે ઢોલ નગારા અને ફટાકડાનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર